Home /News /gujarat /

Ahmedabad Vadodara Highway પર થયો ટ્રિપલ અકસ્માત, ટ્રક ડ્રાઇવર જીવતો ભૂંજાયો

Ahmedabad Vadodara Highway પર થયો ટ્રિપલ અકસ્માત, ટ્રક ડ્રાઇવર જીવતો ભૂંજાયો

અકસ્માત સમયની તસવીર

Ahmedabad news: આ જોરદાર ટક્કરને કારણે ટ્રકની કેબિનમાં રહેલા સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો.

    અમદાવાદ: વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે (accident on Ahmedabad Vadodara Highway) પર રાત્રે 9 વાગ્યાની આસપાસ ગમખ્વાર ત્રિપલ અકસ્માત (triple accident) સર્જાયો હતો. જેમાં એક ટ્રક ડ્રાયવરનું આગથી મોત થયું છે. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તને નડિયાદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને કારણે રસ્તા પર કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. જે બાદ ફાયર અને પોલીસની ટીમે અહીં આવીને વધુ કાર્યવાહી હાથધરી હતી.

    ટ્રક ડ્રાઇવર જીવતો ભૂંજાયો

    રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ નડિયાદથી અમદાવાદ તરફ આવી રહેલો ટ્રક રોડની બાજુમાં ઉભેલા આઇસરની પાછળ અથડાયો હતો. આ જોરદાર ટક્કરને કારણે ટ્રકની કેબિનમાં રહેલા સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેથી આગ ફાટી નીકળી હતી. જેમાં ટ્રકનો (GJ-12-AT-9104) ડ્રાયવર નરેશ મહંતો જીવતો ભૂંજાય ગયો હતો. જે બાદ આ અકસ્માત પાછળથી આવી રહેલા અશોક લેલનના ટ્રક ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી તેની ટ્રક રોડની સામેની તરફ જઇ પટકાઇ હતી. જેના કારણે રસ્તા ઉપર ઓઇલ ઢોળાતા અમદાવાદથી વડોદરા તરફ જઇ રહેલા વાહનોની લાંબી કતારો લાગી હતી.

    આ પણ વાંચો- Video: કડીની શિક્ષિકાએ આપઘાતના પ્રયાસ પહેલા ભાઇ સાથે વાત કરીને કહ્યુ હતુ, 'સ્ટાફનો ત્રાસ સહન નથી થતો, છોકરાઓને સાચવજે'

    ટ્રકે બાજુમાં ઉભેલા આઇશર સાથે અથાડી

    આ અંગે અમદાવાદના ફાયર ઓફિસર ઓમ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાત્રીના 9-20 વાગ્યાની આસપાસ નડિયાદથી અમદાવાદ તરફ આવી રહેલા ટ્રેલરે રોડની સાઇડમાં ઉભેલા આઇસર સાથે પાછળથી અથાડી હતી. અકસ્માત સર્જાતા ટ્રેલરના કેબિનમાં રહેલા એલ.પી.જી સિલેન્ડરમાં બ્લાસ્ટ થયો અને એક ડ્રાઇવર જીવતો બળી ગયો હતો.

    આ પણ વાંચો - યુવરાજસિંહનો સરકારને સીધો સવાલ: ક્યાં છે ગુજરાત મોડલ? આટઆટલા પેપરો ફૂટ્યા તો પણ પરિણામ લક્ષી કાર્યવાહી કેમ નથી થઇ?

    વાહન વ્યવહાર ખોરવાયો હતો

    આ અંગેની વધુ માહિતી પ્રમાણે, અમદાવાદ ફાયર બ્રીગેડની ટીમ તાત્કાલીક સ્થળ ઉપર પહોંચી હતી. જ્યાં ટ્રેલરમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. જે બાદ અડધા કલાકથી વધુ સુધી ટ્રાફિકમાં અટવાયેલા વાહન ચાલકો માટે રસ્તો ખોલવામાં આવ્યો હતો. આ ત્રિપલ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઇવર 40 વર્ષીય નરેશ મહંતોનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે અશોક લેલન ટ્રકના ડ્રાઇવર અને અન્ય વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેમને તાત્કાલીક સારવાર અર્થે નડિયાદની હોસ્પિલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અકસ્માત, અમદાવાદ, ગુજરાત, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन