Home /News /gujarat /

અમદાવાદ: નારોલની એક કંપનીમાં ભીષણ આગ, જાનહાનિ ટળી, માલસામાન બળીને ખાખ

અમદાવાદ: નારોલની એક કંપનીમાં ભીષણ આગ, જાનહાનિ ટળી, માલસામાન બળીને ખાખ

    રાજ્યમાં રોજ બરોજ આગ લાગવાની ઘટનાઓમાં ખુબ વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ફાયર મુદ્દે કડક કાયદાઓ બનાવ્યા હોવા છતાં, ક્યાંકને ક્યાંક લોકોની બેદરકારીના કારણે આગ લાગવાની ઘટનાઓ સર્જાતી રહે છે, જેમાં જાનમાલને મોટું નુકશાન થતું હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના નારોલ વિસ્તારમાં બની છે.

    મળતી માહિતી મુજબ, અમદાવાદના નારોલના હોકાબાજ એસ્ટેટમાં આવેલી એજીએન ટ્રેડીંગ કંપનીમાં એકાએક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો. કોરોકોટેડ બોક્સનો ધંધો કરતી આ ફેક્ટરીમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ. કંપની આસપાસ અન્ય કેમીકલના યુનીટો આવેલા હોવાથી લોકોના જીવ પડીકે બંધાયા હતા.

    આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો, આગ લાગવાની ઘટના સર્જાતા લોકોના ટોળે ટોળા કૂતૂહલવસ જોવા ઉમટી પડ્યા હતા, જોકે પોલીસે ઘટના સ્થલ પર પહોંચી વ્યવસ્થા જાળવવાની કોશિસ શરૂ કરી દીધી હતી.

    ફાયર બ્રિગેડની ટીમે મહામહેનતે આગ પર કાબુ મેળવી લેતા મોટી જાનહાની ટળી છે, પરંતુ મોટા પ્રમાણમાં કંપનીમાં રહેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું કારણ જણાયુ નથી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટર સહીત કુલ ફાયરની 26 જેટલી ગાડીઓએ 6 કલાકથી વધુ રેસક્યુ કરી આગને કાબુમાં લીધી હતી.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Narol, અમદાવાદ, આગ, જીઆઇડીસી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन