Home /News /gujarat /

Video: વડોદરાના કમાટી બાગની નર્સરીમાં લાગી વિકરાળ આગ, કારણ અકબંધ

Video: વડોદરાના કમાટી બાગની નર્સરીમાં લાગી વિકરાળ આગ, કારણ અકબંધ

કમાટી બાગમાં આગ

Vadodara news: આ નર્સરીમાં સુકા લાકડા પડ્યા હતા જેમાં આગ લાગતા એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ.

    વડોદરા: શહેરના (Vadodara) જાણીતા કમાટીબાગમાં આગ (fire in Kamati baugh) લાગી હોવાની માહિતી મળી રહી છે. કમાટી બાગની નર્સરીમાં સુકા લાકડાને કારણે આગ પ્રસરી હોવાનું સામે આવી રહ્યુ છે. હાલ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે પર પહોંચી હતી. જેમણે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં આવેલા કમાટીબાગની પાછળ એક નર્સરી આવેલી છે. શહેરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરના બંગલાની બાજુમાં આવેલી છે. આ નર્સરીમાં સુકા લાકડા પડ્યા હતા જેમાં આગ લાગતા એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ.



    આ પણ વાંચો:  આણંદ: આકાશમાંથી પડ્યા ધાતુના ગોળા જેવી અજાણી વસ્તુ

    આ આગ કેમ લાગી છે તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ હાલ વેકેશનનો સમય છે અને સવારના સમયે બાગમાં હજારો લોકો ફરવા આવતા હોય છે. ત્યારે આ આગને કારણે કોઇ જાનહાની થયાના પણ સમાચાર સામે આવ્યા નથી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: આગ, ગુજરાત, વડોદરા સમાચાર

    આગામી સમાચાર