ભિલોડાના જંગલમાં તો વડોદરામાં ઘાસ ભરેલા ટ્રેક્ટરમાં લાગી આગ

News18 Gujarati
Updated: April 24, 2018, 10:18 PM IST
ભિલોડાના જંગલમાં તો વડોદરામાં ઘાસ ભરેલા ટ્રેક્ટરમાં લાગી આગ
ભિલોડના રામનગરના જંગલમાં ભીષણ આગ આલી હતી છે. તો વડોદરા પાસે ઘાર ભરેલા ટ્રેક્ટરમાં આગ ભભૂકી હતી.

ભિલોડના રામનગરના જંગલમાં ભીષણ આગ આલી હતી છે. તો વડોદરા પાસે ઘાર ભરેલા ટ્રેક્ટરમાં આગ ભભૂકી હતી.

  • Share this:
રાજ્યમાં ગરમી વધવાની સાથે આગના બનાવોમાં પણ વધારો થતો જોવા મળે છે. ગત નવસારી નજીક ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી હતી. બપોરે લાગેલી આગ મોડી રાત સુધી કાબુમાં આવી ન હતી. આજે મંગળવારે પણ રાજ્યમાં આગની બે ઘટનાઓ સામે આવી છે.. ભિલોડના રામનગરના જંગલમાં ભીષણ આગ આલી હતી છે. તો વડોદરા પાસે ઘાર ભરેલા ટ્રેક્ટરમાં આગ ભભૂકી હતી.

ભિલોડાના રામનગરના જંગલમાં આગ

મળતી માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના રામનગરના જંગલોમાં આજે મંગળવારે આગ લાગી હતી. આગે ધીમે ધીમે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે જંગલના બે કિલોમિટર સુધીના વિસ્તરામાં આગ પ્રસરી હતી. આગના કારણે હજારો વનરાજી બળીને ખાખ થઇ છે. આગની જાણ થતાં જ આસપાસના ગ્રામજનોએ આગને બુજાવવા માટે પ્રયાસો ચાલુ કરી દીધા હતા. આ ઉપરાં શામળાજી વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ લેવાની કામગીરી શરૂ કરી દીધી હતી

વડોદરાઃ ઘાસ ભરેલા ટ્રેકટરમાં લાગી આગ

મળતી માહિતી પ્રમાણે વડોદરાના ડભોઇની શિનોર ચોકડી પાસે આગની ઘટના બની હતી. ચોકડી પાસે ઘાસ ભરેલા ટ્રેક્ટરમાં અચાનક આગ લાગી હતી. જેના પગલે ઘાસ બળીને ખાખ થઇ ગયું હતું. આ સાથે આગની ઝપેટમાં આવી જતા ટ્રેક્ટરને પણ મોટું નુકાસન થયું હતું. ફાયર બ્રિગેડને જાણ કરતા ડભોઇ ફાયર બ્રિગેટની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. અને આ ઉપર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં બીજી કોઇ જાનહાની થઇ નથી.
First published: April 24, 2018
વધુ વાંચો
अगली ख़बर