Home /News /gujarat /

અમદાવાદ: સગીરાના બિભત્સ ફોટા પાડી કરી બ્લેકમેઈલ, દુષ્કર્મનો પ્રયાસ

અમદાવાદ: સગીરાના બિભત્સ ફોટા પાડી કરી બ્લેકમેઈલ, દુષ્કર્મનો પ્રયાસ

પ્રતિકાત્મક તસવીર

ગેસ્ટહાઉસમાં લઈ જઈ ફોટા પાડ્યા અને બ્લેકમેઈલ કર્યા હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશન નોંધાઈ

    અમદાવાદના ચાંદખેડામાં રહેતી એક 14 વર્ષીય સગીરા સાથે 25 વર્ષના યુવકે દુષ્કર્મનો પ્રયાસ કર્યાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં જણાવાયું કે યુવક સગીરાને ગેસ્ટહાઉસમાં લઈ જઈ ફોટા પાડ્યા અને બ્લેકમેઈલ કર્યા હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશન નોંધાઈ છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ચાંદખેડા પાસે આવેલી સ્કુલના ગેટ આગળથી અને સાબરમતી ટોળનાકાથી અનાર નવાર આ યુવાન સગીરાનો પીછો કરતો હતો. સગીરાને લલચાવીને તેને મંદિરે લઈ જઈને તેમજ કલોલ પાસેના ગેસ્ટ હાઉસમાં લઈ જઈને ફોટા પાડી બ્લેકમેઈલિંગ શરૂ કર્યું હતું. અને સંબંધ નહી રાખે તો ફોટા સમાજમાં ફરતા કરવાની ધમકી આપી હતી, અને જબરજસ્તી બાથમાં લઈને લાફા પણ માર્યા હોવાની વાત પોલીસ ફરિયાદમાં કરાઈ છે.

    ફરિયાદ મુજબ પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી. અને 26મી ઓગસ્ટે ચાંદખેડા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી સોનાની બે વીટી કિંમત- 7200, સોનાની નાની ચુની 7 નંગ, કિંમત- 3800, સોનાની કાનની બુટી બે જોડી, કિંમત- 11200, અને સેમસંગ કંપનીનો મોબાઈલ કિંમત- 5000, તેમજ ઉપયોગમાં લીધેલી બાઈકની કિંમત- 10000, તથા એક કારની કિંમત-150000 પણ કબ્જે કરાઈ છે. હાલ આરોપીને પકડીને જ્યુડીશીયલ કસ્ટડીમાં સોંપવામાં આવ્યો છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Ahmadabad, Blackmailing

    આગામી સમાચાર