Home /News /gujarat /

ગાંધીનગરઃ બે બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, 80 વર્ષના વૃદ્ધ સામે નોંધાઇ ફરિયાદ

ગાંધીનગરઃ બે બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, 80 વર્ષના વૃદ્ધ સામે નોંધાઇ ફરિયાદ

    ગાંધીનગરમાં બે બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અંદાજે 80 વર્ષના વૃદ્ધે બાળકો પર ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ મળતાની સાથે જ પોલીસે પ્રાથમિક વિગતો મેળવી તપાસ હાથ ધરી છે.

    આ પણ વાંચો...'એકતા' વિખરાઈ ગઈ, માં ઉમિયાનો જયજયકાર !

    પ્રાથમિક વિગત મુજબ ગાંધીનગરમાં સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં બે બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સેક્ટર 24માં રહેતા કેશુભાઇ મહારાજ નામના વ્યક્તિએ માસુમ બાળકોને ચોકલેટની લાલચ આપી પોતાના મકાન પાસે આવેલી ગોડાઉનમાં લઇ ગયો હતો, જ્યાં એક 9 વર્ષના અને બીજો 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયું હતું.

    ઘટનાની જાણ થતા જ સેક્ટર 21ના પોલીસ સ્ટાફે પ્રાથમિક વિગતો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે હાલ 377 કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આરોપીને પકડી વધુ કાર્યવાહી કરવામાં આવશે.

    અહીં ક્લિક કરી વાંચો એસપી સ્વામીએ પાટા ઉલાળ્યા, હવે કહે છે, આ મારી કારકિર્દી ખતમ કરવાનો કારસો છે !
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: એફઆઇઆર, ગાંધીનગર`

    આગામી સમાચાર