Home /News /gujarat /

ખેડૂતો vs પેપ્સીકોઃ કંપનીની વસ્તુઓનો બહિષ્કાર કરી ખેડૂતો કરશે વિરોધ

ખેડૂતો vs પેપ્સીકોઃ કંપનીની વસ્તુઓનો બહિષ્કાર કરી ખેડૂતો કરશે વિરોધ

પ્રતિકાત્મક તસ્વીર

  હિતેન્દ્ર બારોટ, ગાંધીનગરઃ રાજ્યમાં પેપ્સીકો અને ખેડૂતો વચ્ચે મતભેદ વધુ ઉગ્ર બન્યો છે. કેસ પાછા ખેચ્યા બાદ પણ ખેડૂતોએ નારાજગી વ્યક્તિ કરી છે. આવનારા દિવસોમાં રાજ્યભરમાં પેપ્સીકો સામે ખેડૂતો આવેદનથી લઇને તેની વસ્તુઓનો બહિષ્કાર સુધીનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે.

  ગુજરાત કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલ દુધાત્રાએ જણાવ્યું કે પેપ્સીકો કંપનીના ખેડૂતો પરના કેસનો મામલે બિજ સુરક્ષા મંચના નેજા હેઠળ રાજ્યભરમાં કાર્યક્રમ યોજાશે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે બાદમાં જીલ્લા સ્તરે પણ આવેદનપત્ર આપવામાં આવશે, તથા પેપ્સીકો કંપનીની વસ્તુઓનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લેવાયો છે. રાજ્યભરમા લોકોને પેપ્સીકો કંપનીની વસ્તુઓ ન વાપરવા આહવાન કરાશે.

  બહુરાષ્ટ્રીય કંપની પેપ્સીકોએ ગુજરાતના બટાકા પકવતા ખેડૂતો સામે પોતાના પેટન્ટેડ બિયારણ વાપરવા અને વેચવા બાબતે એપ્રિલમાં કેસ દાખલ કર્યો હતો. ગુરુવારે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા થયા બાદ કંપનીએ આ કેસ પાછો ખેંચી લેવાની જાહેરાત કરી હતી. આ અંગે આજે ગુજરાતના વિવિધ ખેડૂત સંગઠનો અને આગેવાનોએ નારાજગી દર્શાવતા કહ્યું હતું કે, પેપ્સીકો કેસ પાછા ખેંચવાની છે તે સારી વાત છે પરંતુ આ કેસને લઈને ખેડૂતોને જે માનસિક હેરાનગતિ થઇ છે તેના માટે પેપ્સીકોએ ખેડૂતોને વળતર આપવું જોઈએ. કેસ પાછા લઇ લેવા બાબતે ન તો સરકાર તરફથી કે કંપની તરફથી અમારી સાથે કોઈ વાતચીત કરી નથી. આ મામલે જયારે અમે જોડાયેલા છીએ ત્યારે આમાં પારદર્શિતાનો અભાવ દેખાય છે અને અમે ઈચ્છીએ છીએ કે સમગ્ર મામલો પારદર્શક રીતે ઉકેલાય.

  ખેડૂત આગેવાનો અને સંગઠનોના મતે, પેપ્સીકો જેવી મોટી કંપની કરેલા કેસ પરત લેવાની વાત કરે તે ખેડૂતો માટે મોટી જીત છે તેમ છતાં કંપનીનું વલણ હજુ સ્પષ્ટ નથી અને પેપ્સીકોએ બિનશરતી રીતે કેસ પરત ખેંચવા જોઈએ. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે, આ કેસને લઈને ખેડૂતોની થયેલી માનહાની, માનસિક ત્રાસ અને ખર્ચ સામે કંપનીએ ખેડૂતોને વળતર ચુકવવું જોઈએ.

  ખેડૂતોના બીજ અધિકારો માટે કામ કરતી સંસ્થા જતનના નિયામક કપિલ શાહે જણાવ્યું હતું કે, દિલ્હીમાં સરકાર સાથે વાટાઘાટ કરીને પેપ્સીકોએ ખેડૂતો સામેના કેસ પાછા ખેંચી લેવાની વાત કરી છે પરંતુ તેના દ્વારા થયેલી જાહેરાતમાં ક્યાય પણ બીજના અધિકારોને લઇ ને પોતાનું વલણ જાહેર કર્યું નથી. ભારતીય કાયદા મુજબ પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટીઝ અને ફાર્મર્સ રાઈટ્સ ઓથોરીટીની કલમ 39(1)4 મુજબ ખેડૂતો કોઈ પણ રજિસ્ટર્ડ બિયારણ જાતે પકવીને અનબ્રાન્ડેડ રીતે વેંચી શકે છે.

  ગુજરાત સરકાર અને પેપ્સીકો કંપનીના અધિકારીઓ વચ્ચે આજે ગાંધીનગરમાં એક બેઠક યોજાઈ હતી જેમાં આ કેસ અને બિયારણના અધિકાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોના મતે આ મુદ્દો ખેડૂતો સાથે સંકળાયેલો છે ત્યારે વાતચીતમાં ખેડૂતોને સામેલ ન કરવા તે યોગ્ય વલણ નથી. પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટીઝ અને ફાર્મર્સ રાઈટ્સ ઓથોરીટીની કલમ 39(1)4 હેઠળ જેમણે સર્ટીફીકેટ મેળવ્યા છે તેમને જણાવે કે ખેડૂતો પર કેસ કરી શકાશે નહીં.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Farmer in Gujarat, Pepsico, ખેડૂત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन