Home /News /gujarat /

અમદાવાદ : પાંચ વર્ષની બાળકી સૂતી હતી ત્યારે પિતાએ કર્યું ન કરવાનું કામ

અમદાવાદ : પાંચ વર્ષની બાળકી સૂતી હતી ત્યારે પિતાએ કર્યું ન કરવાનું કામ

પ્રતિકાત્મક તસવીર

પિતાને મળેલા દરજ્જાને શર્મશાર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. મોડી રાત્રે ઉંઘતી બાળકીના શરીરના પ્રાઇવેટ પાર્ટ પર પિતા હાથ ફેરવતો હતો ત્યારે માતા જાગી ગઈ હતી.

    હર્મેશ સખડિયા, અમદાવાદ : સમાજમાં પિતાને માન અને દરજ્જો આપવામાં આવે છે. પણ માધુપુરામાં પિતાને મળેલા દરજ્જાને શર્મશાર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. મોડી રાત્રે ઉંઘતી બાળકીના શરીરના પ્રાઇવેટ પાર્ટ પર પિતા હાથ ફેરવતો હતો. ત્યારે અચાનક માતા જાગી જતાં તેણે આ ઘટના જોઇ લીધી અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

    માધુપુરામાં આવેલી એક ચાલીમાં રહેતી મહિલાનો પતિ દારૂડિયો છે. દારૂ પીને ઘરે આવીને અવારનવાર ઝઘડા કરતો હતો. તાજેતરમાં તે દારૂ પીને ઘરે આવ્યો હતો. ત્યારે બાળકોને ભૂખ લાગતા માતા પોતાની મજૂરીના પૈસાથી જમવાનું લાવી બાળકોને ખવડાવતી હતી. જમીને પરિવાર સુઇ ગયો હતો. પણ મોડી રાત્રે આ સંતાનોનો પિતા જાગી ગયો હતો. તેની પાસે સુઇ રહેલી બાળકીના શરીરના અનેક ભાગો પર તે હાથ ફેરવવા લાગ્યો હતો. ત્યાં પાંચ વર્ષની બાળકીની માતા પાણી પીવા ઉઠી તો તે જોઇ ગઇ.

    આ પણ વાંચો :  ACBએ દારૂના કેસમાં મારઝૂડ ન કરવા લાંચ માંગનાર કૉન્સ્ટેબલનો સાગરીત ઝડપી પાડ્યો

    આ ઘટના બાદ માતાએ પ્રતિકાર કરતા તુરંત જ નરાધમ પિતા ત્યાથી ફરાર થઇ ગયો હતો. આ જઘન્ય ઘટના બદલ મહિલાએ તેના પતિ સામે માધુપુરા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Sexual harassment, અમદાવાદ, ગુનો, પોલીસ`

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन