બોરસદમાં પિતાએ સગીપુત્રી પર દુષ્કર્મ કરવાના સમાચાર સામે આવતાં ચકચાર મચી ગઇ છે. બોરસદ નજીક આવેલા વાસણા ગામમાં પિતા (ઉ. 40 વર્ષ) દ્વારા સગી પુત્રી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો છે. પુત્રીએ બોરસદ શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે બોરસદ નજીક આવેલા વાસણા ગામના ઇન્દિરા નગરી વિસ્તારમાં આ ઘટના બની છે. દુષ્કર્મ કરનાર પિતા રિક્ષા ચલાવતો હતો. થોડા દિવસ પહેલા પત્ની સાથે અણબનાવ થયો હતો. જેના કારણે માતા બે પુત્રીઓ અને એક દિકરા સાથે વડોદરા રહેવા ચાલી ગઇ હતી. પિતાએ ગઇકાલે પુત્રીને પોતાનું ઘર સાફ કરવાને બહાને પોતાની જ રિક્ષામાં બેસાડીને ઘરે લાવ્યો હતો. જે પછી પિતાએ ઘરમાં એકલતાનો ફાયદો ઉઠાવીને પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
હાલ પીડિતા પુત્રીને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસ દ્વારા પરિવારની પૂછપરછ થઇ રહી છે. જ્યારે પિતાને જેલના સળિયા પાછળ નાંખી દીધો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહ્યાં છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર