Home /News /gujarat /10 વર્ષ મારા પરિવારે યાતના ભોગવી, 20 વર્ષ એમનો પરિવાર ભોગવે : ભીખા જેઠવા

10 વર્ષ મારા પરિવારે યાતના ભોગવી, 20 વર્ષ એમનો પરિવાર ભોગવે : ભીખા જેઠવા

અમિત જેઠવાના પિતા ભીખા જેઠવાએ તમામ દોષિતોને ફાંસીની સજા મળે તેવી માંગણી કરી હતી.

જેઠવા હત્યા કેસમાં દોષિત પૂર્વ સાંસદ દિનુ સોલંકી સહીતના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, થોડીવારમાં સજાનું એલાન થશે

સંજય જોષી, અમદાવાદ : આરટીઆઈ એક્ટિવીસ્ટ અમિત જેઠવાની હત્યાના મામલે દોષિત ઠરેલા 7 ભાજપના પૂર્વ સાંસદ દીનુ સોલંકી સહીત 7 દોષિતોને આજે સીબીઆઈ કોર્ટ સજાનું એલાન કરશે. ગત 6 જુલાઇએ જેઠવા હત્યા કેસમાં ચુકાદો આપતા ન્યાયાલયે તમામ 7 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આજે વહેલી સવારે તમામ દોષિતોને કોર્ટમાં લઈ આવવામાં આવ્યા હતા. તમામ દોષિતોને આજીવન કેદ અને તમામ દોષિતો વચ્ચે રૂપિયા 50 લાખનો દંડ કોર્ટ કર્યો હતો. સજાના ચુકાદા બાદ અમિત જેઠવાના પિતા ભીખા જેઠવાએ જણાવ્યું હતું કે મને આ કેસમાં ન્યાય મળ્યો છે. મને ન્યાય તંત્ર પર સંપૂર્ણપણે વિશ્વાસ છે. આ કેસમાં ન્યાય થયો છે. ભીખા જેઠવાએ જણાવ્યું હતું કે 10 વર્ષ સુધી મેં અને મારા પરિવારે યાતના ભોગવી હતી હવે આગામી 20 વર્ષ દોષિતોનો પરિવાર યાતના ભોગવે

ભીખા જેઠવાએ કહ્યું ” 10 વર્ષ સુધી મેં યાતના ભોગવી છે હવે 20 વર્ષ તેમનો પરિવાર યાતના ભોગવે. પરિવારને વળતર મળ્યું છે, ન્યાય મળ્યો છે તેનાથી હું સંતુષ્ઠ છું. મારા પુત્રને પણ પીઠ પાછળ ગોળી મારી મારવામાં આવ્યો હતો. મને પીઠ પાછળ ગોળી મારી મારવામાં આવશો તો પણ ચિંતા નથી મારી ખાંભી પુજાશે.”

ભીખા જેઠવાએ  વધુમાં જણાવ્યું, “હું છેલ્લા 10 વર્ષથી ન્યાય મેળવવા માટે તડપતો રહ્યો હતો, મારો પરિવાર ન્યયા મેળવવા માટે તડપતો હતો. પ્રકૃતિના સંવર્ધન માટે મારો પુત્ર લડતો હોય અને તેની જાહેરમાં હત્યા થઈ જાય પરંતુ આજે આ કેસમાં ન્યાય થયો છે. મારા પુત્રને ન્યાય મળ્યો છે. ” ઉલ્લેખનયી છે કે કસના ચુકાદા પૂર્વ ભીખા જેઠવાએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તમામ દોષિતોને ફાંસીની સજા મળે તેવી માંગણી છે.

આ પણ વાંચો :  જેઠવા હત્યા કેસ: દિનુ સોલંકી સહિત 7 દોષિતોને કોર્ટમાં લવાયા, થોડીવારમાં ચુકાદો

2010માં હાઇકોર્ટની બહાર પોઇન્ટ બ્લેન્ક રેંજથી થઈ હતી હત્યા
જૂનાગઢના આરટીઆઇ એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે ગોળી મારી હત્યા કરાઈ હતી. કેસની સુનાવણી દરમિયાન 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઇકોર્ટે મહત્વના 27 સાક્ષીને રિકોલ કર્યા હતાં. રિકોલ કરાયેલા દિનુબોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત 27 સાક્ષીઓની સીબીઆઇ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઇ હતી. જેમાં પણ આ સાક્ષીઓ પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં.
First published:

Tags: CBI Court, Death Penalty, Murder case, Sentence