Home /News /gujarat /

વડોદરા: સસરા પુત્રવધૂના કપડા સૂંધ્યા કરતા હતા, મહેમાનોની સામે પણ અડપલાં કરતા

વડોદરા: સસરા પુત્રવધૂના કપડા સૂંધ્યા કરતા હતા, મહેમાનોની સામે પણ અડપલાં કરતા

પરિવારના સભ્યોને આ અંગેની વાત કરી તો તેમને પણ આઘાત લાગ્યો હતો.

Vadodara news: આ અંગેની જાણ પરિવારના અન્ય સભ્યોને થતાં તેઓને પણ આઘાત લાગ્યો હતો.

    વડોદરા: શહેરમાં (Vadodara) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સસરા પુત્રવધૂના વસ્ત્રો ધોઇને સૂકવેલા હોય તેને સૂંધ્યા કરતા હતા. આ સાથે પુત્રવધૂને શારીરિક અડપલાં અને અશ્લિલ હરકતો કરતા હતા. જેથી મહિલાએ અભયમની ટીમને આ અંગેની જાણ કરીને મદદ માંગી હતી. જોકે, આ અંગેની જાણ પરિવારના અન્ય સભ્યોને થતાં તેઓને પણ આઘાત લાગ્યો હતો. મહિલા હેલ્પલાઇન અભયમે સસરાને મનોચિકિત્સક પાસે લઇ જવા જણાવ્યું હતુ.

    સંયુક્ત પરિવારમાં રહેતા હતા

    શહેરના ગોત્રી વિસ્તારના સંયુક્ત પરિવારમાં રહેતી પરિણીતાને તેના જ સસરા શારીરિક અડપલાં અને અશ્લિલ હરકતો કરવામાં આવતા મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને મદદ માંગી હતી.

    પરિણીતાના કપડા સૂંધ્યા કરે છે

    અભયમની ટીમને મહિલાએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 વરસથી તેમના સસરા કોઈ ને કોઇ બહાને શારીરિક અડપલાં કરતા હતા. કોઈ ઘરમાં ના હોય તો તેના રૂમ આગળ ફર્યા કરે, રસોડામાં જમવાનું બનાવે તો સામે બેસીને જોયા કરે, આમ માનસિક રીતે હેરાન કરતા હતાં. પરિણીતાએ પોતાના કપડાં ધોઈને સુકવ્યા હોય તો તે લઈ ને સુંઘ્યા કરે તેમજ લઈને બેસી રહે છે. પરિવારના સભ્યોને આ અંગેની વાત કરી તો તેમને પણ આઘાત લાગ્યો હતો.

    આ પણ વાંચો - અમદાવાદઃ 'તને પ્રેમ કરું છું તારા ફોટો જોઉં છું', પુત્રવધૂ સાથે સસરાએ મર્યાદા ઓળંગી

    તેમના ઘરે પૂજા રાખવામાં આવી હતી ત્યારે પણ મહેમાનોની સામે સસરા પુત્રવધૂને અડકતા હતા. જેથી મહિલા ગભરાઇ ગઇ હતી અને મહિલા હેલ્પલાઇનને ફોન કરીને મદદ માંગી હતી. જે બાદ અભયમની ટીમ આવીને મહિલાની સમસ્યાને સાંભળી હતી.

    આ પણ વાંચો - બોર્ડની ચાલુ પરીક્ષામાં ધો.12 કોમર્સના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો, જીવનની પરીક્ષા હારી ગયો

    અભયમ ટીમે સસરાને પરિવારના વડીલ તરીકે સમજાવ્યા હતા. સસરાને મહિલાનું આત્મ સન્માન જાળવવા જણાવ્યુ હતું. આ હરકતો કાયદાકીય અપરાધ બને છે અને સજા પણ થઇ શકે છે, તેમજ સમાજમાં આબરૂ જશે. આ વયે તેમને સામાજીક સેવા પ્રવૃત્તિઓ, યોગ, મનગમતી જગ્યાએ પ્રવાસ વિગેરેમાં મનને પરોવવા જણાવ્યું હતું. અભયમની ટીમે સમજાવતા સાસરાને પોતાની ભૂલ સમજાઇ હતી અને માફી માંગી હતી. મનોચિકિત્સક પાસે સસરાનું કાઉન્સિલિંગ કરવા જણાવ્યુ હતુ.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Family, અમદાવાદ, ગુજરાત

    આગામી સમાચાર