Home /News /gujarat /

ગોધરા: સસરાએ પુત્રવધૂ સાથે કર્યું ન કરવાનું કામ, પુત્ર જોઇ જતા પિતાને ઉતાર્યા મોતને ઘાટ

ગોધરા: સસરાએ પુત્રવધૂ સાથે કર્યું ન કરવાનું કામ, પુત્ર જોઇ જતા પિતાને ઉતાર્યા મોતને ઘાટ

પ્રતિકાત્મક તસવીર

Gujarat Crime news: પુત્રએ ઉશ્કેરાઇને પિતાને લોખંડનો સળિયો માથામાં મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

    ગોધરા: શહેરામાં (Godhra) સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. 85 વર્ષના સસરાએ (Father in law) પોતાની માનસિક અસ્વસ્થ પુત્રવધૂ (daughter in law) સાથે બિભત્સ (molestation) કૃત્ય કરતા હતા. તે દરમિયના તેમના દીકરાએ આ રીતે પોતાની પત્ની સાથે પિતાને (son killed father) જોઇ લીધા હતા. જેથી પુત્રએ ઉશ્કેરાઇને પિતાને લોખંડનો સળિયો માથામાં મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

    પુત્રએ પિતાને માથામાં માર્યા ફટકા

    આ અંગે મળતી માહીતી પ્રમાણે, શહેરા તાલુકાનાં જૂની સુરેલી ગામે 85 વર્ષના રયજીભાઈ રહેતા હતા. તેમની પત્નીનું 10 વર્ષ પહેલા મૃત્યુ થતાં રયજીભાઇ મોટા પુત્ર રાયસિંગ સાથે રહેતા હતા. ગઇકાલે રાત્રે રયજીભાઇ તેમની માનસિક અસ્વસ્થ પુત્રવધૂ સાથે ન કરવાનું કામ કરતા હતા. તે જોઇ જતા પુત્ર રયજીથી સહન થયું ન હતું અને ઉશ્કેરાઇને રયજીએ પિતાને લોખંડનો સળિયો માથામાં મારી મોતને ઘાટ ઉતારી દીધા હતાં.

    પોલીસે પુત્રને ઝડપી પાડ્યો

    આ અંગેની જાણ શહેરા પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વૃધ્ધના મૃતદેહને સરકારી હોસ્પિટલ મોકલી હત્યારા પુત્ર રયજીને ઝડપી પાડયો હતો. બનાવ અંગે મૃતકના નાના પુત્રની પત્નીની ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    આ પણ વાંચો - અમદાવાદઃ પોલીસે મહિલાને પકડી, કારસ્તાન એવું કે પુરુષો પણ શરમાય, હકીકત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

    અમદાવાદમાં પણ સામે આવ્યો હતો આવો કિસ્સો

    જોકે, થોડા સમય પહેલા આવો એક કિસ્સો અમદાવાદ શહેરમાં પણ સામે આવ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી યુવતી લગ્ન કરી અનેક સપનાં સાથે સાસરીમાં ગઈ હતી. સાસરીમાં તમામ સપનાં પૂરાં થશે એવી આશા સાથે પરિણીતાએ લગ્ન કર્યા હતા, પરંતુ તેને સસરાની જગ્યાએ એક શેતાન મળ્યો હતો. વહુ જ્યારે ઘરમાં હોય ત્યારે સસરા એકલતાનો લાભ લેવા તેના રૂમમાં પહોંચી જતા હતા. માત્ર એટલું જ નહીં, સસરા પુત્રવધૂ સાથે અડપલાં કરી અનૈતિક માગણી કરતા હતા. જેથી સમગ્ર મામલો મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Molestation, ગુજરાત, ગુનો, ગોધરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन