Home /News /gujarat /

ગુજરાત હાઇકોર્ટે બુલેટ ટ્રેન જમીન સંપાદન કેસમાં ખેડૂતોની 4 ગણા વળતરની માંગણી ફગાવી

ગુજરાત હાઇકોર્ટે બુલેટ ટ્રેન જમીન સંપાદન કેસમાં ખેડૂતોની 4 ગણા વળતરની માંગણી ફગાવી

પ્રતીકાત્મક તસવીર

મોદી સરકારનાં અતિ મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન (Bullet train) પ્રોજેક્ટ માટે જમીન સંપાદન (land acquisition) કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટે (Gujarat Highcourt) લીલીઝંડી આપી દીધી છે.

    નવીન ઝા, અમદાવાદ : મોદી સરકારનાં અતિ મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન (Bullet train) પ્રોજેક્ટ માટે જમીન સંપાદન (land acquisition) કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટે (Gujarat Highcourt) લીલીઝંડી આપી દીધી છે. ગુજરાત હાઇકોર્ટનાં જસ્ટિસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠે ખેડૂતોની 4 ગણા વળતરની માંગણીને ફગાવી દીધી છે. આ સાથે વળતરનો મુદ્દો કોર્ટે ખુલ્લો રાખ્યો છે. આ અંગે હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ઓથોરિટી ગણાવી છે.

    આજે ગુજરાત હાઇકોર્ટે દક્ષિણ ગુજરાતનાં જુદા જુદા જિલ્લાઓમાંથી જમીન સંપાદન મામલાનાં 59 જેટલી જુદી જુદી પિટિશન પર ચુકાદો આપ્યો છે. આ સાથે 1000 જેટલા ખેડૂતોએ ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવિટ આપી છે. જેમાં જણાવ્યું છે કે તેમણે જમીન સંપાદનની પ્રક્રિયા અંગે સહમતી દર્શાવી નથી. તેમની સહમતી વગર જ ગુજરાત સરકાર જમીન સંપાદીત કરી રહી છે.



    ખેડૂતોની શું માગ હતી

    ખેડૂતોની જમીન સંપાદન અંગે માગણી હતી કે, વળતરની રકમ 2011 નક્કી કરેલા જંત્રી મુજબ નહીં પણ હાલ માર્કેટમાં ચાલી રહેલા જે તે વિસ્તારની જમીનના ભાવ પ્રમાણે હોવી જોઈએ. તેમજ વળતરની ગુજરાત રાજ્ય સરકારનાં જમીન સંપાદન કાયદા પ્રમાણે નહીં પરંતુ વળતરની રકમ કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ ચૂકવવામાં આવે.

    158 ગામોની જમીન સંપાદીત કરવામાં આવી

    નોંધનીય છે કે NHSRCL(નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.)નાં ડાયરેકટર મુજબ, મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ(સીએસટી)થી અમદાવાદના સાબરમતી જંકશન સુધી દોડનારી બુલેટ ટ્રેનનો કુલ ખર્ચ 1 લાખ કરોડથી વધુ થશે. જેમાં જમીન સંપાદીત કરવા માટે રૂ. 17000 કરોડ ખર્ચવામાં આવ્યા છે. બુલેટ ટ્રેનના રૂટમાં ગુજરાતમાં 158 ગામોની જમીન સંપાદીત કરવામાં આવી છે, જેમાં માત્ર 15 ગામની જમીનમાં જ જંત્રીના ભાવને લઈ તકલીફ પડી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat highcourt, ગુજરાત, બુલેટ ટ્રેન

    આગામી સમાચાર