Home /News /gujarat /અમદાવાદ : વધુ એક નકલી PSI ઝડપાયો, ગુટખા ખાનાર યુવકને ફટકારતો હતો દંડ

અમદાવાદ : વધુ એક નકલી PSI ઝડપાયો, ગુટખા ખાનાર યુવકને ફટકારતો હતો દંડ

પ્રતીકાત્મક તસવીર

કાંકરિયા પાસે લોકોએ નકલી પોલોસને પકડીને અસલી પોલીસના હવાલે કર્યો

હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરમાં નકલી પોલીસનો આતંક વધતો જઇ રહ્યો છે. થોડા દિવસ પહેલા શહેરકોટડા અને સોલામાં નકલી પોલીસ (Fake Police) પકડાઈ હતી. ત્યારે હવે કાગડાપીઠ પોલીસે નકલી પોલીસની ધરપકડ (Arrest) કરી છે. રોડ પર ગુટખા ખાવા પર પ્રતિબંધ છે તેમ કહી ગુટખા ખાનાર યુવકને મેમો (Memo) આપવો પડશે તેમ કહી તેની પાસેથી પોલીસ (police)ની ઓળખ આપી 500 રૂપિયા પડાવ્યા હતા. ત્યાંથી ભાગવા જતા જ લોકોએ તેને ઝડપી પાડયો હતો.

કાંકરિયા (Kankariya) વિસ્તારમાં જાહેરમાં પાન મસાલાની પડીકી ખાય છે, ચલણ કાપવું પડશે કહી અને યુવક પાસેથી 500 રૂપિયા પડવાનાર નકલી પોલીસને લોકોએ ઝડપીને ઢોર માર માર્યો હતો. પૈસા પડાવનાર યુવક પાસે લોકોએ આઈકાર્ડ માંગતા નાસવા ગયો હતો અને બાદમાં તેને માર મારી કાગડાપીઠ પોલીસને હવાલે કર્યો હતો.

નારોલ (Narol)માં રહેતો અને સિલાઇકામ કરતો નવસાદઆલમ ખાન અજીતમિલ પાસે પોતાનું સિલાઈકામ પતાવી શનિવારે રાત્રે 8 વાગ્યે મજૂરીના રૂ.2000 લઈ રિક્ષામાં કાંકરિયા આવ્યો હતો. અણવ્રત સર્કલ પાસે ઊભો રહી રિક્ષાની રાહ જોતો હતો. પાન માસલાની પડીકી કાઢી અને ખાતો હતો ત્યારે એક યુવક તેની પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે તું કેમ જાહેરમાં પડીકી ખાય છે તારે દંડ ભરવો પડશે અને ચલણ ફાડવું પડશે. આથી ગભરાઈ નવસાદઆલમે 500 રૂપિયા આપ્યા હતા. જેનું કોઈ ચલણ ન આપતા તેને બૂમાબૂમ કરી હતી.

લોકો આવતા યુવક નજીકમાં રિક્ષામાં બેસી ભાગવા ગયો હતો. જો કે લોકોએ પકડી તેની પાસે આઈકાર્ડ માંગતા ન હોવાથી ઢોર માર માર્યો હતો. પોલીસને જાણ કરતા કાગડાપીઠ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકનું નામ પૂછતાં મોહંમદયાસીન પઠાણ (રહે. અલીફનગર, વટવા) હોવાનું જણાવ્યુ હતું. પોલીસે રિક્ષા કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો,

અમદાવાદ: તોડબાજ SOG PSI સહિત પાંચ પોલીસ કર્મી વિરુદ્ધ ગુનો દાખલ
રોંગ સાઇડ ડ્રાઇવ, અમદાવાદમાં ST બસ ચાલકને મળ્યો પાંચ હજારનો મેમો
First published:

Tags: Fake police, Kankariya, Tobacco, અમદાવાદ

विज्ञापन