Home /News /gujarat /

અમદાવાદઃ નકલી પોલીસ સહિત બે દારૂના જથ્થા સાથે ઝડપાયા

અમદાવાદઃ નકલી પોલીસ સહિત બે દારૂના જથ્થા સાથે ઝડપાયા

અમદાવાદઃ ચિલોડા પોલીસે દારૂના જથ્થા સાથે એક નકલી પોલીસ સહિત બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 60 નંગ દારૂની બોટલ અને 24 નંગ બિયરનો જથ્થો જપ્ત કર્યો છે.

પોલીસે ધરપકડ કરેલો આરોપી દીપક ઉર્ફે દિલીપ ADR લખેલી પોલીસ વર્દીમાં ઝડપાયો હતો. પોલીસને ગાડીમાંથી એક તલવાર પણ મળી આવી છે. ધરપકડ કરાયેલા લોકો ગાડીમાં પોલીસનો સિમ્બોલ લગાવીને દારૂની હેરાફેરી કરતા હતા. નોંધનીય છે કે ચૂંટણીમાં મોટા પ્રમાણમાં દારૂની હેરફેર થતી હોવાથી પોલીસે ચેકિંગ વ્યવસ્થા વધારે સઘન બનાવી છે.
First published:

આગામી સમાચાર