ધર્મ નગરી અયોધ્યામાં ગુરૂવારે સાંજે એક અલગ જ નજારો જોવા મળ્યો, અહીં શ્રીરામ મંદિર નિર્માણ મુસલમાન બિરાદરોએ નારા લગાવ્યા, મુસ્લિમ કાર સેવક મંચના અધ્યક્ષ આજમખાનના નેતૃત્વમાં અલગ અલગ વિસ્તારમાંથી આવેલા મુસલમાન ભાઇઓએ મુસલમાનોના હક અને ઇમાન સાથે આવો, શ્રીરામ મંદિરનું નિર્માણ કરાવોના નારા લગાવ્યા હતા.

નવી દિલ્હી #ધર્મ નગરી અયોધ્યામાં ગુરૂવારે સાંજે એક અલગ જ નજારો જોવા મળ્યો, અહીં શ્રીરામ મંદિર નિર્માણ મુસલમાન બિરાદરોએ નારા લગાવ્યા, મુસ્લિમ કાર સેવક મંચના અધ્યક્ષ આજમખાનના નેતૃત્વમાં અલગ અલગ વિસ્તારમાંથી આવેલા મુસલમાન ભાઇઓએ મુસલમાનોના હક અને ઇમાન સાથે આવો, શ્રીરામ મંદિરનું નિર્માણ કરાવોના નારા લગાવ્યા હતા.
આ દરમિયાન આ મુસલમાન ભાઇઓ પોતાની સાથે રામ મંદિરના નિર્માણ માટે 3000 ઇંટો પણ લાવ્યા હતા. જોકે જ્યારે એ લોકો રામલલાના દર્શન કરવા જઇ રહ્યા હતા તો પોલીસે એમને અટકાવ્યા હતા.
વાસ્તવમાં આ લોકો શ્રીરામ મંદિર નિર્માણ માટે મુસ્લિમ કાર સેવક મંચના સભ્યો હતા જે ગુરૂવારે સાંજે છ વાગે અયોધ્યા પહોંચ્યા અને ભવ્ય રામ મંદિર નિર્માણનો સંકલ્પ લેતાં જયશ્રી રામના નારા લગાવ્યા હતા.
મંચના અધ્યક્ષ આજમખાને જણાવ્યું કે, એમને ઇરાદો રામ મંદિરનું નિર્માણ કરાવવાનો છે. એમણે કહ્યું કે, તેઓ રામ મંદિરના નિર્માણમાં પોતાનો સહયોગ ઇંટોના માધ્યમથી કરવા ઇચ્છી રહ્યા છે. પરંતુ મંદિર બંધ હોવાનું કહી એમની અટકાવી દેવાયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર