Home /News /gujarat /Board Exam: શુ તમને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો ફોબિયા છે? જાણો કેવી રીતે બીકને મારશો કીક
Board Exam: શુ તમને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો ફોબિયા છે? જાણો કેવી રીતે બીકને મારશો કીક
એક્ઝામ નજીક આવતા વિદ્યાર્થીઓને સતાવતો એક્ઝામ ફોબિયા દૂર કરવાના સૂચનો નિષ્ણાતઓ સૂચવી રહ્યા છે
Board exam News: આગામી 28 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા (SSC And HSC Board Exam) યોજાવાની છે. કોરોનાના કારણે ગતવર્ષે માસ પ્રમોશન (Mass Promotion) આપવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે કોરોનાના કેસ કંટ્રોલમાં રહેતા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી 28 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા (SSC And HSC Board Exam) યોજાવાની છે. કોરોનાના કારણે ગતવર્ષે માસ પ્રમોશન (Mass Promotion) આપવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે કોરોનાના કેસ કંટ્રોલમાં રહેતા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે પરીક્ષાને લઈ વિધાર્થીઓના મનમાં એક પ્રકારનો ડર રહેતો હોય છે. એ એક્ઝામ ફોબિયાને દૂર કરવો જરૂરી છે. આ ફોબિયા દૂર કરવા શું કરવું જોઈએ? તે જાણવું પણ જરુરી છે.
નિષ્ણાતોના મતે પરીક્ષાથી ગભરાવાની જગ્યાએ પરીક્ષાને પ્રેમ કરશો તો જ સફળતા મળે છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેમ જેમ આ દિવસો નજીક આવી રહ્યા છે તેમ-તેમ પરીક્ષાના વિષયોના સવાલોની સાથે સાથે વિદ્યાર્થીઓના મનમાં બીજા અન્ય સવાલો પણ ઘેરાઈ રહ્યા છે. પરીક્ષામાં શું થશે? શુ હું સારા નંબરે પાસ તો થઈશ ને? મે તૈયારી કરી વાંચ્યુ છે તે પરીક્ષામાં યાદ તો રહેશે ને? સારા માર્કસ નહિં આવે તો મમ્મી પપ્પા શું કહેશે? આવા અનેક સવાલો વિધાર્થીઓના મનમાં ઉભા થઇ રહ્યા છે.
એક્ઝામ નજીક આવતા વિદ્યાર્થીઓને સતાવતો એક્ઝામ ફોબિયા દૂર કરવાના સૂચનો નિષ્ણાતઓ સૂચવી રહ્યા છે. એજ્યુકેશન એક્સપર્ટ જણાવી રહ્યા છે કે વિદ્યાર્થીઓને પોતાના મનમાં એ ગાંઠ વાળવી પડશે કે કોઈપણ ભોગે સફળ થવું જ છે. પરીક્ષાથી ગભરાવાની જગ્યાએ પરીક્ષાને પ્રેમ કરશો તો જ સફળતા મેળવી શકાશે. વિદ્યાર્થીઓએ પરિક્ષાના ડરથી ભાગવા કરતા તેમાં સફળ કેવી રીતે થવાય તે દિશામાં વિચારવુ પડશે. બાળકોમાં રહેલો આ એક્ઝામ ફોબિયા પાછળ કેટલેક અંશે તેમના માતા-પિતાની અપેક્ષાઓ જવાબદાર હોય છે. બાળકને એન્જીનીયર અને ડોકટર બનાવવાની પોતાની અપેક્ષાઓ માતાપિતા તેમના બાળક પર થોપી રહ્યા છે. માતા પિતાએ આવી અપેક્ષા અને દબાણ જ બાળકના પરિણામ પર અસર કરે છે.
બાળકનું મન શાંત હશે તો જ તે એકાગ્ર ચિત્તે વાંચન પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. અભ્યાસ માટે બાળકને તેના વાલીઓએ પ્રોત્સાહીત કરવા જોઈએ. પોતાના બાળકની સરખામણી અન્ય બાળક સાથે ના કરવી. બાળક પુરતી ઉંઘ લે છે કે નહિ, પુરતો ખોરાક લે છે કે નહિ અને તેના ચહેરા પર કોઈ પણ પ્રકારનો તણાવ તો નથીને? તે તમામ બાબતોનો વાલીઓએ ખ્યાલ રાખવો જોઈએ અને જરુર પડે બાળકનું કાઉન્સિલિંગ કરવું જોઈએ.