Home /News /gujarat /

ચોંકાવનારો ખુલાસો : જો ચૂક થઇ હોત તો મોદીએ જીવ ગુમાવ્યો હોત, કોના ઇશારે સત્ય છુપાવ્યું

ચોંકાવનારો ખુલાસો : જો ચૂક થઇ હોત તો મોદીએ જીવ ગુમાવ્યો હોત, કોના ઇશારે સત્ય છુપાવ્યું

#ગુજરાત અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિવાદમાં ઘસેડી જનાર ઇશરત જહાં કેસ મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ઇશરત જ્હાં આતંકી હતી અને લશ્કરના સાથીઓ સાથે તે મોદીની હત્યાનું ષડયંત્ર કરી રહી હતી. આ ઇનપુટ હોવા છતાં તત્કાલિન ગૃહમંત્રી પી ચિદંબરમે છુપાવ્યા હોવાનું સામે આવતાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.

#ગુજરાત અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિવાદમાં ઘસેડી જનાર ઇશરત જહાં કેસ મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ઇશરત જ્હાં આતંકી હતી અને લશ્કરના સાથીઓ સાથે તે મોદીની હત્યાનું ષડયંત્ર કરી રહી હતી. આ ઇનપુટ હોવા છતાં તત્કાલિન ગૃહમંત્રી પી ચિદંબરમે છુપાવ્યા હોવાનું સામે આવતાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ગુજરાત અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિવાદમાં ઘસેડી જનાર ઇશરત જહાં કેસ મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ઇશરત જ્હાં આતંકી હતી અને લશ્કરના સાથીઓ સાથે તે મોદીની હત્યાનું ષડયંત્ર કરી રહી હતી. આ ઇનપુટ હોવા છતાં તત્કાલિન ગૃહમંત્રી પી ચિદંબરમે છુપાવ્યા હોવાનું સામે આવતાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.

એક આરટીઆઇ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે, વર્ષ 2009માં તપાસ એજન્સીઓ દ્વારા ફાઇલ કરાયેલ રિપોર્ટમાં ઇશરતને લશ્કરની આતંકવાદી બતાવાઇ હતી. જે ઉપર પી ચિદંબરમે પોતાની સહી પણ કરી હતી. પરંતુ બે મહિના બાદ એમણે આ એફિડેવિટમાં ફેરફાર કરતાં એ ઉમેર્યું હતું કે ઇશરતના લશ્કર સાથે જોડાવા અંગે તથા આતંકવાદી હોવાના કોઇ પુરતા પુરાવા મળતા નથી.

કોના દબાણમાં સત્ય છુપાવ્યું?

હવે અહીં સવાલ એ ઉઠે છે કે, છેવટે પી ચિંદબરમે કોના દબાણમાં આવીને આ ફેરફાર કર્યો હતો. જ્યારે અગાઉના એફિડેવિટમાં તપાસ એજન્સીઓએ માન્યું હતું કે ઇશરત અને એના સાથી લશ્કરના આતંકીઓ છે અને મોદીની હત્યાનો પ્લાન કરી રહ્યા છે તો એમાં ફેરફાર કેમ કરાયો.

ભાજપ મુદ્દાને ભટકાવી રહી છે

પી ચિદંબરમે પોતાની આ વાત પર અડગ રહેતાં કહ્યું કે, ભાજપ ઇશરતના નકલી એન્કાઉન્ટરમાં ઠાર કરાયાના મુદ્દાને ભટકાવી રહી છે. તેમણે કહ્યું કે એફિડેવિટમાં માત્ર સંપાદકીય ફેરફાર કરાયો હતો. ચિદંબરમે કહ્યું કે બીજા એફિડેવિટમાં ફેરફાર તત્કાલિન ગૃહ સચિવ અને એટોર્ની જનરલની સલાહ બાદ કરાયો હતો. તેમણે કહ્યું કે, પહેલા એફિડેવિટમાં તપાસ અધુરી હતી અને બીજા એફિડેવિટમાં એને રદ કરવું જરૂરી હતું.

મોદીનો જીવ પણ ગયો હોત!

યુનિયન મિનિસ્ટર નિર્મલા સીતારમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું તે, બંધારણીય હોદ્દા પર હોવા છતાં કોંગ્રેસ અને પી ચિદંબરમે એક આતંકી ષડયંત્રને નજર અંદાજ કર્યું હતું. જો આ ષડયંત્ર સફળ થયું હોત તો મોદીનો જીવ પણ ગુમાવવો પડ્યો હોત.

ચિદંબરમ છટકી શકે એમ નથી

કેન્દ્રિય મંત્રી કિરણ રિજિજૂએ પણ પી ચિદંબરમ સામે નિશાન સાધતાં કહ્યું કે, પી ચિદંબરમ રંગે હાથ પકડાયા છે. હવે તે છટકી શકે એમ નથી. તેમણે ન માત્ર પોતાના પદનો દુરોપયોગ કર્યો છે પરંતુ બે તપાસ એજન્સીઓ સીબીઆઇ અને આઇબી વચ્ચે મતભેદ પણ ઉભા કર્યા હતા.

CBI, IB વચ્ચે પણ મતભેદ ઉભા કર્યા

કેન્દ્રિય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે, એટલું જ નહીં એમણે આઇબીના એ ઇનપુટને પણ નજર અંદાજ કર્યા હતા જેમાં ઇશરત અને એના સાથીઓ જાવેદ શેખ ઉર્ફે પ્રજ્ઞેશ પિલ્લઇ લશ્કરના આતંકી હતા. એટલું જ નહીં એમણે એક આતંકી હુમલાના ષડયંત્રને પણ નાકામ કરવાની ઘટનાને પણ બદનામ કરી. જેથી દેશની સુરક્ષામાં જોડાયેલ પોલીસ અને સુરક્ષા અધિકારીઓના મનોબળને પણ ઠેસ પહોંચી છે.
First published:

Tags: આઇબી, ઇશરત જહાં કેસ, ગૃહમંત્રી`, નકલી એન્કાઉન્ટર, નરેન્દ્ર મોદી, પી. ચિદમ્બરમ, સીબીઆઇ

આગામી સમાચાર