Home /News /gujarat /માનવતાની હદ વટાવી, પોલીસની ઓળખ આપી ત્રણ લોકોએ સાયકલ ચાલકને લૂંટ્યો
માનવતાની હદ વટાવી, પોલીસની ઓળખ આપી ત્રણ લોકોએ સાયકલ ચાલકને લૂંટ્યો
અમદાવાદ સાયકલ સવાર લુંટાયો
જે રૂપિયા નજીકનાં ATMમાંથી ઉપાડીને ફરિયાદીએ આરોપીઓને આપ્યાં હતાં. આરોપીઓને રૂપિયા મળતા જ ફરિયાદીને રિક્ષામાંથી ઉતારી તેઓ પલાયન થઈ ગયા હતા. જો કે ફરિયાદીએ રિક્ષાનો નંબર નોંધી લેતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી
અમદાવાદ - શહેરનાં ગોમતીપુર વિસ્તારમાં એક વ્યક્તિ નોકરી કરીને ઘરે પરત ફરી રહેલો હતો ત્યારે તેને ખરાબ અનુભવ થયો છે. રિક્ષામાં આવેલા ત્રણ શખ્શો અમે પોલીસ વાળા છીએ પોલીસ ચોકીએ જવાનું છે ચાલ રિક્ષામાં બેસી જાય તેમ કરીને ફરિયાદીને રિક્ષામાં બેસાડી માર મારી ધમકાવી રૂપિયા 3 હજાર પડાવી લીધા. જો કે સાયકલ ચાલક એ રિક્ષાનો નંબર મેળવી લેતા તેણે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
ગોમતીપુર વિસ્તારમાં રહેતા રજનીકાંતભાઈ સોલંકી તેઓની નોકરી પૂરી કરીને રાત્રીનાં આઠેક વાગ્યાની આસપાસ સારંગપુર બ્રિજ ઉતરીને કામદાર મેદાન તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી એક રિક્ષામાં ત્રણ શખ્સો આવ્યા હતા અને અમે પોલીસ વાળા છીએ પોલીસ ચોકીએ જવાનું છે ચાલ રિક્ષામાં બેસી જાય તેમ કરીને ફરિયાદીને રિક્ષામાં બેસાડ્યા હતા. અને બીભત્સ ગાળો બોલી બે લાફા માર્યા હતા. અને રિક્ષા સારંગપુર બ્રિજ થઇને રાયપુરથી આસ્ટોડિયા થઈને ગીતા મંદિર બસ સ્ટેન્ડ થઈને ભુલાભાઈ પાર્ક નજીક લઈ ગયા હતા.
જ્યાં ફરિયાદીને ધમકાવીને તારી પાસે જેટલા રૂપિયા હોય તે આપી દે તેમ કહ્યું હતું. જો કે ફરિયાદીએ પોતાની પાસે 500 રૂપિયા હોવાનું કહેતાં જ આરોપીઓ ઉશ્કેરાયા હતા. અને ફરિયાદીને માર મારીને આટલા રૂપિયામાં કઈ ના થાય બીજા રૂપિયા મંગાવી દે તેમ કહેતા જ ફરિયાદીએ તેના એક મિત્રને ફોન કરીને એક વખત રૂપિયા 1500 અને બીજી વખત રૂપિયા 1000 એમ કુલ રૂપિયા 2500 ઓનલાઇન ટ્રાન્સફર આવ્યા હતા.
" isDesktop="true" id="1196762" >
જે રૂપિયા નજીકનાં ATMમાંથી ઉપાડીને ફરિયાદીએ આરોપીઓને આપ્યાં હતાં. આરોપીઓને રૂપિયા મળતા જ ફરિયાદીને રિક્ષામાંથી ઉતારી તેઓ પલાયન થઈ ગયા હતા. જો કે ફરિયાદીએ રિક્ષાનો નંબર નોંધી લેતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.