Home /News /gujarat /

આવતીકાલે હેડકલાર્કની પરીક્ષા, જાણો ફરીથી પેપર લીક ન થાય તે માટે તંત્રની કેવી છે તૈયારી

આવતીકાલે હેડકલાર્કની પરીક્ષા, જાણો ફરીથી પેપર લીક ન થાય તે માટે તંત્રની કેવી છે તૈયારી

પેપર લિક

અમદાવાદમાં 163થી વધુ પરીક્ષા કેન્દ્ર પર આ પરીક્ષા યોજાવાની છે. જેને લઈ અમદાવાદ પરિક્ષા કેન્દ્ર માટે ઝોન 1 અને ઝોન 2 બે ભાગ પાડવામાં આવ્યા છે. પરીક્ષાના ચાર દિવસ અગાઉ પરીક્ષા કેન્દ્રના આચાર્યોને એકત્રિત કરી પરીક્ષા વ્યવસ્થા અને સુરક્ષાની તકેદારી અને ફરી પેપરલીકની ઘટના ન બને તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

વધુ જુઓ ...
અમદાવાદ:  જેમ દૂધનો દાજયો છાશ પણ ફૂંકીને પીવે એવી હાલત હાલ ગૌણ સેવા પસંદગી મંડળની છે. અગાઉ હેડકલાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના બાદ તંત્રની જર બદનામી થઈ હતી તે જોતા હવે કડક સુરક્ષા વચ્ચે અને પરીક્ષાને લગતી તમામ વ્યવસ્થાઓ વચ્ચે ફરી હેડકલાર્કની પરીક્ષા આવતીકાલએ યોજાવાની છે. આ મામલે પરીક્ષા તંત્ર તમામ તકરદારી સાથે સજ્જ બન્યું છે.

આસિત વોરાના ચેરમેન પદેથી રાજીનામાં બાદ ગૌણ સેવા પસંદગી મંડળની પ્રથમ પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે પરીક્ષામાં કોઈ ખામી ન રહી જાય તેની પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. આવતીકાલે 20 માર્ચનાં રોજ હેડક્લાર્ક ગૌણસેવા પસંદગીની પરીક્ષા યોજાવા જઈ રહી છે. 182 જગ્યા માટે 2 લાખ 40 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે.

આ પણ વાંચો-ગુજરાતમાં રંગોનો ઉત્સવ માતમમાં ફેરવાયો, ડઝનથી વધુ લોકોએ ડૂબી જવાથી જીવ ગુમાવ્યો

અમદાવાદમાં 163થી વધુ પરીક્ષા કેન્દ્ર પર આ પરીક્ષા યોજાવાની છે. જેને લઈ અમદાવાદ પરિક્ષા કેન્દ્ર માટે ઝોન 1 અને ઝોન 2 બે ભાગ પાડવામાં આવ્યા છે. પરીક્ષાના ચાર દિવસ અગાઉ પરીક્ષા કેન્દ્રના આચાર્યોને એકત્રિત કરી પરીક્ષા વ્યવસ્થા અને સુરક્ષાની તકેદારી અને ફરી પેપરલીકની ઘટના ન બને તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવના અઘ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં પરીક્ષાનાં દિવસે ક્યાં પ્રકારની કાળજી રાખવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

ગૌણ સેવા પસંદગીની પરીક્ષાનું પેપર ફૂટી જવાની ઘટના સામે આવી હતી ત્યારે હવે આગામી 20મી માર્ચની પરીક્ષા સુચારૂ રૂપે યોજાય તે માટે સ્થળ સંચાલકને ટ્રેનિંગ આપવામાં આવી હતી. પેપર ન ફૂટે તે માટે સ્ટ્રોંગ રૂમ પણ સ્કૂલોમાં તૈયાર કરવામાં આવ્યા છે. પેપરનું સિલ ક્યાં સમયે ખોલવું અને કોની હાજરીમાં ખોલવુ એ તમામ માહિતી આપવામાં આવી હતી. મહત્વનું છે કે ગત 12 ડિસેમ્બર 2021ના રોજ લેવાયેલી હેડકલાર્કની પરીક્ષા પેપરલીક થતા ભારે હોબાળો થયો હતો.

આ પેપરલીક કાંડનો તપાસનો રેલો સાબરકાંઠાના હિંમતનગર પ્રાંતિજ સુધી પહોંચ્યો હતો.  ભારે વિવાદ અને વિરોધ વચ્ચે આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ પરીક્ષાને લઈ વિવાદમાં સપડાયેલા આસિત વોરાનું ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી રાજીનામું પણ લઈ લેવાયું હતું. અને રદ કરાયેલી  પરીક્ષા 20 માર્ચે લેવાનું નક્કી કરાયું હતું. આ પરીક્ષા નિર્વિવાદ સંપન્ન થાય તે માટે પરીક્ષા તંત્ર સજ્જ બન્યું છે.
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad Samachar, Examination, Gujarat Samachar, Head Clerk

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन