ભિવાનીના બામલામાં પૂર્વ સૈનિકના અંતિમ સંસ્કાર, રાહુલ ગાંધી પહોંચ્યા
ભિવાનીના બામલામાં પૂર્વ સૈનિકના અંતિમ સંસ્કાર, રાહુલ ગાંધી પહોંચ્યા
દિલ્હીના જંતરમંતર વન રેન્ક વન પેન્શન માટે ઉપવાસ પર બેઠેલ પૂર્વ સૈનિક રામ કિશન ગ્રેવાલની આત્મહત્યા બાદ હવે એમના અંતિમ સંસ્કાર સમયે પણ રાજકારણ ગરમાયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પૂર્વ ફોજીનો મૃતદેહ બુધવારે મોડી રાતે એમના પૈતૃક ગામ બામલા લવાયો હતો.

નવી દિલ્હી #દિલ્હીના જંતરમંતર વન રેન્ક વન પેન્શન માટે ઉપવાસ પર બેઠેલ પૂર્વ સૈનિક રામ કિશન ગ્રેવાલની આત્મહત્યા બાદ હવે એમના અંતિમ સંસ્કાર સમયે પણ રાજકારણ ગરમાયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પૂર્વ ફોજીનો મૃતદેહ બુધવારે મોડી રાતે એમના પૈતૃક ગામ બામલા લવાયો હતો.
હરિયાણાના ભિવાની જિલ્લાના બામલા ગામમાં રામ કિશન ગ્રેવાલના અંતિમ સંસ્કાર કરાશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના તમામ નેતા બામલા ગામ પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ પણ રામકિશનના અંતિમ સંસ્કારમાં જોડાશે.
સવારથી જ બામલા ગામમાં નેતાઓનો જમાવડો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, સાંસદ દિપેન્દ્રસિંહ હુડ્ડા, કોંગ્રેસ મીડિયા પ્રભારી રણદીપ સૂરજેવાલા, વિપક્ષની નેતા કિરણ ચૌધરી અને કુમારી શૈલજા સાંત્વના આપવા પહોંચ્યા હતા.
આ દરમિયાન કેજરીવાલે ઝજ્જરના બહાદુરગઢ પહોંચી પીએમ મોદી સામે નિશાન સાધ્યું, તેમણે કહ્યું કે શહીદ સૈનિક રામકિશન ગ્રેવાલના પરિવારને સરકાર વળતર આપે. સૈનિકોના નામે વોટ માંગવાનું બંધ કરે વડાપ્રધાન મોદી.
કેજરીવાલે મોદી સરકાર સામે આરોપ લગાવતાં કહ્યું કે, વડાપ્રધાને દેશ સાથે ખોટું બોલ્યા છે. તેમણે પીએમને સવાલ કરતાં કહ્યું કે, મોદી બતાવે શહીદ સૈનિકના પરિવારને કેમ હિરાસતમાં લેવાયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર