અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 93 બેઠક માટે બીજા તબક્કાના મતદાન દરમિયાન પણ ઇવીએમ સાથે બ્લુટૂથ કનેક્ટ થવાની ફરિયાદો ઉઠવા પામી છે. અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે.
કોંગ્રેસના પૂજાબેન પ્રજાપતિ દ્વારા આ અંગેની ફરિયાદ કરી છે. કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે કે અહીં EVM સાથે બ્લુટૂથ કનેક્ટ થઈ રહ્યું છે. તેમણે લેખિતમાં ફરિયાદ આપી આ અંગે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
મતદાન મથકે બ્લુટૂથ સર્ચ કરતા ECO 210 નામ જોવા મળ્યું હતું
બીજી તરફ બનાસકાંઠાના ધાનેરા મત વિસ્તારના ઘરોલ ગામે EVM બ્લુટૂથ સાથે કનેક્ટ થતું હોવાનો આક્ષેપ કરી ગ્રામજનોએ હંગામો કર્યો હતો. પોલિંગ બૂથ પર હાજર ઓફિસરે વોટિંગ બંધ કરવી અધિકારીઓને કરી જાણ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર