Home /News /gujarat /

હાર્દિકનાં ખાસ નિખિલ અને નરેન્દ્ર પટેલે ભાજપથી ફાડ્યો છેડો, કહ્યું 'તે મારી ભૂલ હતી'

હાર્દિકનાં ખાસ નિખિલ અને નરેન્દ્ર પટેલે ભાજપથી ફાડ્યો છેડો, કહ્યું 'તે મારી ભૂલ હતી'

મેં પાટીદાર સમાજના હિતમાં જ કામ કર્યું છે, અને સમાજના હિત માટે થઈને જ ભાજપની સાથે જોડાયો હતો. અને હવે તેમનાં હિત માટે જ ભાજપ સાથે છેડો ફાડ્યો છે.

મેં પાટીદાર સમાજના હિતમાં જ કામ કર્યું છે, અને સમાજના હિત માટે થઈને જ ભાજપની સાથે જોડાયો હતો. અને હવે તેમનાં હિત માટે જ ભાજપ સાથે છેડો ફાડ્યો છે.

બે અઠવાડીયા પહેલાં ભાજપમાં જોડાયેલાં નિખિલ સવાણીએ આજે સોમવારે વહેલી સવારે ઓચિંતા પ્રેસ કોન્ફરન્સ કરી પક્ષમાંથી રાજીનામું આપ્યું. દિવાળી પહેલાં ભાજપમાં સામેલ થયેલાં પાટીદાર નેતા નિખિલ સવાણીએ દિવાળી બાદ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરતાં નિખિલ સવાણીએ કહ્યું કે, 'હાર્દિક પટેલ અને મારી વચ્ચે મતભેદ થઈ શકે પણ મનભેદ નહીં. મેં પાટીદાર સમાજના હિતમાં જ કામ કર્યું છે, અને સમાજના હિત માટે થઈને જ ભાજપની સાથે જોડાયો હતો. અને હવે તેમનાં હિત માટે જ ભાજપ સાથે છેડો ફાડ્યો છે.'

Nikhil Sawani

સવાણીનાં બદલાયા સૂર

ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ નિખિલ સવાણીએ Etv સાથે ખાસ વાતચીત કરી છે. તેણે કહ્યું કે, સરકારનાં હકારાત્કમ નિર્ણયોને લઇને ભાજપમાં જોડાયો હતો. પણ સરકાર તેમનાં કહેલા વાયદા પૂર્ણ કરવામાં રસ રાખી રહી નથી તેથી મે રાજીનામું આપી દીધુ છે. જે પાર્ટી સમાજનાં હિતમાં વાત કરશે તેમની સાથે હું રહીશ. જો રાહુલ ગાંધી સમય આપશે તો તેમને મળવા જરૂર જઇશ.નરેન્દ્ર પટેલનો પણ ધડાકો

- નરેન્દ્ર પટેલે રવિવારે સાંજે 7 વાગ્યે ભાજપમાં સામેલ થયાં અને રાત્રે 11 વાગ્યે તેઓ મીડિયાને જણાવ્યું કે ભાજપે તેમને પાર્ટીમાં સામેલ થવા માટે એક કરોડ રૂપિયાની ઓફર કરી છે.
- નરેન્દ્ર પટેલના દાવા મુજબ તેઓને 10 લાખ રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યાં છે. જ્યારે 90 લાખ રૂપિયા સોમવાર સુધી મળવાના હતા.
- રાત્રે 11 વાગ્યે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં નરેન્દ્ર પટેલ નોટોના બંડલ સાથે ઉપસ્થિત રહ્યાં હતા.

સવાણીનો સરકાર વિરોધી સૂર

-હાર્દિકની લડાઈ સમાજના હિત માટે
-મારા અને હાર્દિક વચ્ચે મતભેદ છે મનભેદ નથી
-સમાજના હિત માટે ભાજપમાં જોડાયો હતો
-નિખિલ સવાણીનો ભાજપ પર આક્ષેપ
-ભાજપમાંથી નિખિલનું રાજીનાંમુ
-ભાજપ વોટ બેન્કની રાજનીતિ રમી રહી છે
-હું પહેલા પણ હાર્દિક પટેલ સાથે હતો અને હુજુ પણ હાર્દિક સાથે છું
-ચૂંટણી સમયે ભાજપને પાટીદારો યાદ આવ્યા
-ચુંટણીના સમયે જ ભાજપે કેસ પાછા ખેંચાયા
-ભાજપ સરકાર પાટીદારોને ખરીદવા નીકળી છે
-ભાજપમાં જોડાનારા બંન્ને સમાજ માફ નહિ કરે
-સરકાર માત્ર ટાઈમ પસાર કરે છે
-સરકારે માત્ર ચૂંટણી લક્ષી વાયદાઓ જ આપ્યા છે
-હું કોઈ પૈસા લઈને ભાજપમાં જોડાયો નથી
-જે પાર્ટી સમાજના હિતની વાત કરશે તેમની સાથે અમે છીએ
-મને કોઈ પૈસાની ઓફર નથી
-જો પૈસા લીધા હોત તો મારુ સ્ટેન્ડ આ ના હોત
-જે સમાજની વાત કરશે તેમની સાથે હું જોડાઇશ
-રાહુલ ગાંધી ટાઈમ આપશે તો હું તેમને મળીશ
-સરકારે આપેલા વચનો નિભાવ્યા નથી
-409 કરતા 100 ગણા કેસ માત્ર સુરતમાં છે
-અવારનવાર લોલીપોપ આપ્યા બાદ વધુ એક વખત લોલીપોપ આપી
First published:

Tags: કોંગ્રેસ, નરેન્દ્ર પટેલ, ભાજપ, હાર્દિક પટેલ

આગામી સમાચાર