પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાં અંદાજીત બે કરોડનો ઘઉં અને ચોખાનો જથ્થો ગાયબ

પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાં અંદાજીત બે કરોડનો ઘઉં અને ચોખાનો જથ્થો ગાયબ
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાં અંદાજીત બે કરોડનો ઘઉં અને ચોખાનો જથ્થો ગાયબ

જથ્થો બારોબાર વગે થયો હોવાની આશંકાએ તપાસનો ધમધમાટ શરૂ કરાયો, ગરીબો માટે ફાળવવામાં આવતું અનાજ આખરે ગયું ક્યાં?

 • Share this:
  રાજેશ જોષી, પંચમહાલ : ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ દ્વારા રાજ્યભરમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રેશનકાર્ડ મારફતે નજીવા ભાવે તેમજ કેટલાક પરિવારોને મફત અનાજનો જથ્થો ફાળવવામાં આવે છે. ઘઉં અને ચોખા સહિતનો આ જથ્થો સસ્તા અનાજની દુકાન થઈ લાભાર્થી સુધી પહોંચાડવા માટે તાલુકા કક્ષાએ પુરવઠા નિગમ દ્વારા ગોડાઉન ઉભા કરવામાં આવ્યા છે. એવું જ એક ગોડાઉન પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે ઉભું કરાયું છે. પુરવઠા નિગમના આ ગોડાઉનમાં જીલ્લા પુરવઠા મામલતદાર કે.આર. દેવલ અને શહેરા મામલતદાર મેહુલ ભરવાડની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

  ગોડાઉનમાં રખાયેલા ઘઉં અને ચોખાનો બંધ સ્ટોક અને ઉપલબ્ધ જથ્થો તપાસ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ઘઉંના 50 કિલો વજનના 13127 કટ્ટા અને 50 કિલો વજનના ચોખાના 1298 કટ્ટાનો જથ્થો ઓછો મળી આવ્યો હતો. જે નિહાળી તપાસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને ગોડાઉન મેનેજર પાસે કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગોડાઉન મેનેજરે ટેકનિકલ કારણ આગળ કરી બે દિવસમાં ઓછા જથ્થા અંગે જવાબ આપવા જણાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.  આ પણ વાંચો - રાજકોટ : સુહાગરાતના બીજા જ દિવસે પત્નીને ખબર પડી કે તેના પતિને પાડોશમાં રહેતી યુવતી સાથે અફેર છે

  બીજી તરફ બંધ સ્ટોક અને હાજર સ્ટોકમાં મોટો તફાવત જોવાયો હતો. જેની કિંમત અંદાજીત પોણા બે કરોડ ઉપરાંત થતી હોવાનું શહેરા મામલતદાર મેહુલ ભરવાડે જણાવતાં આ જીલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરી વધુ કાર્યવાહીના ભાગરૂપે ફરિયાદ નોંધાવવા કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાવ્યું હતું.

  જીલ્લા પુરવઠા અધિકારીને તપાસ ટીમે કરેલા રિપોર્ટમાં જણાવ્યા મુજબ સરકારી અનાજનો જથ્થો ઓછો પડવાનું કારણ અયોગ્ય રીતે અનાજનો નિકાલ કરવા ની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે હવે વધુ તપાસમાં જ સાચી હકીકત બહાર આવશે કે ગરીબ રેશનકાર્ડ ધારકો માટે ફાળવવામાં આવતો અનાજનો જથ્થો કયા ગયો.
  Published by:Ashish Goyal
  First published:February 19, 2021, 23:47 pm

  ટૉપ ન્યૂઝ