Home /News /gujarat /આનંદો! જામનગર અને મુંદ્રાથી અમદાવાદ વચ્ચે થશે હવાઈ સેવાનો પ્રારંભ

આનંદો! જામનગર અને મુંદ્રાથી અમદાવાદ વચ્ચે થશે હવાઈ સેવાનો પ્રારંભ

જામનગર-અમદાવાદ-દ્વારકા-અમદાવાદ-મુદ્રા-દીવ-અંબાજી વચ્ચે હવાઈ સેવા શરૃ કરવામાં આવી રહી છે...

જામનગર-અમદાવાદ-દ્વારકા-અમદાવાદ-મુદ્રા-દીવ-અંબાજી વચ્ચે હવાઈ સેવા શરૃ કરવામાં આવી રહી છે...

    કેન્દ્ર સરકારની રિજનલ કનેક્ટિવિટી સ્કીમ હેઠળ રાજયમાં આવતીકાલે જામનગર-અમદાવાદ, સહિત અંબાજી, દિવ, દ્વારકા અને મુંદ્દાથી અમદાવાદ વચ્ચે હવાઈ સેવાનો પ્રારંભ થશે.

    મળતી માહિતી મુજબ, આગામી તા.૧૭મી ફેબ્રુઆરીથી જામનગર અમદાવાદ વચ્ચે હવાઈ ઉડ્ડયન સેવા શરૂ થશે. આ સિવાય અમદાવાદ દીવ વચ્ચે પણ વિમાન સેવા ૨૫મી ફેબ્રુઆરીથી ચાલુ થઈ જશે. સીએમ વિજય રૂપાણીના હસ્તે આ હવાઈ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. આ સાથે એર ઓડિશાના હેડ સતિશ પાનીએ જણાવ્યું હતું કે. ૧૭મીથી જ અમદાવાદ મુંદ્રા ફલાઈટ પણ શરૂ કરવામાં આવશે.

    આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ‘ફલેગ ઓફ’ કરશે. એર ઓડિશાને રીજીયોનલ રૂટ માટે પરમીટ મળી ગઈ છે. જેના અંતર્ગત ઉપરોકત અન્ય સેવાઓ ચાલુ મહિનાની જુદી જુદી તારીખથી શરૂ થઈ જશે. એર ઓડીશા અત્યારે ૫૦ રીજીયોનલ રૂટ પર ઉડાન ભરે છે. તેઓ ઓડિશા, ગુજરાત, યુ.પી. તમિલનાડુ છતીસગઢ, ઝારખંડ, આંધ્રમાં એર સેવા ચલાવે છે. એર ડેકકન સાથે ભાગીદારી છે.

    ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે જામનગરના સાંસદ પૂનમબેન માંડમે એક પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની યોજના અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસથી ઉડાન યોજના હેઠળ દેશનો સામાન્ય માનવી હવાઈ સફર કરી શકે તે હેતુથી જામનગર-અમદાવાદ-દ્વારકા-અમદાવાદ-મુદ્રા-દીવ-અંબાજી વચ્ચે હવાઈ સેવા શરૃ કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ જામનગરમાં આ સેવાનો તા. ૧૭ ફેબ્રુ.થી આરંભ થશે.

    પૂનમ બેન માંડમે, પોતાની પત્રકાર પરિષદમાં સામાન્ય નાગરીકો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓને અપીલ કરી હતી કે, જરૂરથી આ હવાઈ સેવાનો લાબ લેજો. પૂનમબેનની પત્રકાર પરિષદમાં એરપોર્ટ જામનગરના ડાયરેક્ટર સુનિલ એસ. પાટકર અને વાઈ.એસ. તોમર ઉપસ્થિત રહ્યા હતાં.

    શું છે ફ્લાઈટનો ટાઈમ
    એર ઓડિસા કંપનીની એમ-૨૮ નંબરની ફ્લાઈટ સોમવારથી શનિવાર દરમ્યાન સવારે ૧૧ વાગ્યે સેવા આપશે. ૧૯ પ્રવાસીઓનો સમાવેશ કરતું આ વિમાન અમદાવાદથી જામનગર સવારે ૧૧-૧૫ના આવશે. બપોરે ૧૨ વાગ્યે અમદાવાદ રવાના થશે.

    શું થશે ફાયદો
    જામનગરથી અમદાવાદનો ૬ થી ૭ કલાકનો સડક માર્ગનો સમય અડધો કલાકમાં સંપન્ન થઈ શકશે. આમ લોકોનો કિંમતી સમય બચશે. જામનગર-અમદાવાદ ઉપરાંત જામનગરથી નવી દિલ્હી વચ્ચે પણ વિમાન સેવા શરૃ થશે તેવા સંકેતો પણ મળી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારની રિજનલ કનેક્ટિવિટી સ્કીમ હેઠળ રાજયની એરસ્ટ્રીપના વિકાસ અને આંતરિક હવાઈ સેવા અંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અને મુખ્યમંત્રી વચ્ચે એમઓયુ સાઈન કરવામાં આવ્યા હતા. આ પ્રકારે કુલ 11 શહેરોની એરસ્ટ્રીપને વિકસાવવામાં આવશે. ભાવનગર, પોરબંદર, ભુજ, કેશોદ, કંડલા, ડીસા, અમરેલી, મહેસાણા, માંડવી, જામનગર અને સુરત શહેરોને આ સ્કીમ હેઠળ પ્રારંભિક તબક્કે આવરી લેવાશે તેવી શક્યતા છે.
    આ અંગે કેબિનેટ બેઠકમાં પણ મંજૂરી આપવામાં આવી છે. આ સ્કીમ માટે કેન્દ્ર સરકાર તરફથી 80 ટકા રકમ ફાળવવામાં આવશે તેવું જાણવા મળે છે. જયારે રાજય સરકારે 20 ટકા ફાળો આપવાનો રહેશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Between, Mundra, Started, Tomorrow, અમદાવાદ, જામનગર

    विज्ञापन
    विज्ञापन