Home /News /gujarat /એન્જિનિયરિંગ કોલેજોના હાલ-બેહાલ, 25 હજાર બેઠક ખાલી, ફાર્મસીનો ક્રેઝ વધ્યો

એન્જિનિયરિંગ કોલેજોના હાલ-બેહાલ, 25 હજાર બેઠક ખાલી, ફાર્મસીનો ક્રેઝ વધ્યો

પ્રતિકાત્મક તસવીર

    ચાલુ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું પરીણામ નીચું આવતાં એન્જીનીયરીંગ કોલેજોના હાલ બેહાલ થયા છે. તો ફાર્મસીની બોલબાલા વધી છે. આ માહિતી ત્યારે સામે આવી જ્યારે એન્જિયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પૂર્ણ થઇ. એન્જિનિયરિંગમાં પ્રવેશ પહેલા જ 25 હજાર બેઠક ખાલી રહી છે. આ તરફ ડિગ્રી એન્જિયરિંગમાં 66 હજાર બેઠકો સામે 43 હજાર વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે. એટલે કે વિદ્યાર્થીઓને એન્જીનીઅરીગંમાં ડિગ્રી મેળવવાનો રસ ઓછો હોય તેવું લાગે છે. જ્યારે કે વિદ્યાર્થીઓનો ફાર્મસીમાં જવાનો ક્રેઝ વધ્યો છે. .ફાર્મસીમાં 5 હજાર બેઠકો સામે 19 હજાર 948 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આવી પરિસ્થિતીમાં એન્જિનિયરીંગની કેટલીક કોલેજોને તાળા મારવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે.

    જી હાં, વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ રાજ્યની એન્જીનીયરીંગ કોલેજોનું વરવું ચિત્ર સામે આવ્યું છે. ચાલુ વર્ષે ધોરણ 12 સાયન્સનું આ વર્ષે પરિણામ ગત વર્ષની સરખમાણીએ 8.9 ટકા ઘટ્યું છે. જે ના પગલે એન્જિનિયરિંગ
    અને ફાર્મસીમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં એન્જિનિયરિંગમાં પ્રવેશ પહેલા જ 25 હજાર બેઠકો ખાલી રહી છે.

    રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઇ છે 46 હજાર પિન વહેંચાઈ હતી જેમાંથી 33 હજાર 21નું રજીસ્ટ્રેશન થયું છે ફાર્મસીમાં 21610 લાસ્ટઈયરની સરખામણીએ હજારનુ બધી પિનનું વિતરણ થયું છે જેની સામે 19148 વિદ્યાર્થીઓનું રજીટ્રેશન થયું છે, રજીસ્ટ્રેશન જોતા લાગે છે કે, ગયા વર્ષ કરતા ઓછું રજીટ્રેશન થયું છે.

    છેલ્લા પાંચ વર્ષથી એન્જિનિયરિંગ કોલેજોમાં બેઠકો ખાલી રહે છે. પુરતા અધ્યાપકો ન હોય, પુરતી લેબોરેટરી ન હોય તેવી કોલેજોની બેઠકો મોટા પાયે ખાલી રહે છે. એન્જિયરિંગ કોલેજમાં સીટો ખાલી રહે છે તે ગુજરાતના શાસનમાં દિશા વિહીન શિક્ષણનો બોલતો પુરાવો છે.એન્જિયનરિંગ માટે ક્વોલિફાય થનાર વિદ્યાર્થીઓમાંથી 70 ટકા વિદ્યાર્થીઓ જ એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા સહિત વિવિધ
    કારણોને પગલે એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા બાદ એન્જીનીયરીંગની હજુ કેટલીક કોલેજો બંધ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Pharmacy

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन