Home /News /gujarat /ATMમાં રૂપિયા લોડ કરતો કર્મચારી જ રૂ. 1.38 કરોડની ઉચાપત કરી થયો રફૂચક્કર

ATMમાં રૂપિયા લોડ કરતો કર્મચારી જ રૂ. 1.38 કરોડની ઉચાપત કરી થયો રફૂચક્કર

ખાનગી તથા સરકારી બેન્કના એટીએમમાં રૂપિયા લોડ કરતી કંપની ફરી ચર્ચામાં આવી છે. કંપનીના જ કર્મચારીએ એટીએમમાં રૂ ૧.૩૮ કરોડલોડ નહીં કરી ઉચાપત કરી ફરાર થઇ ગયો. હાલ તો કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાડજ ખાતે આવેલી સીએમએસ કંપનીનો કર્મચારી રૂ ૧.૩૮ કરોડની ઉચાપત કરી પલાયન થઇ જતા ફરી કંપની ચર્ચામાં આવી છે. એએમએસમાં કસ્ટોડિયન તરીકે કામ કરતા પૂર્વીશ ચૌધરી અને સોનુ ગુપ્તાને ૩૭ એટીએમમાં પૈસા લોડ કરવાનું કાર્ય આપવામાં આવ્યું હતું. દર ત્રણ મહિને આ રૂપિયા નાખેલા એમટીએમનું કંપની દ્વારા ઓડિટ કરવામાં આવે છે. ગત ૭મીના રોજ કંપનીના અધિકારીઓ આ ૩૭ એ ટી એમમાં ઓપીડી કરવા નીકળયા હતા. પૂર્વીશને ઓડિટ બોલાવતા તે જમાલપુરના આઈ સી આઈ બેન્ક ના એ ટી એમએ આવ્યો હતો. જે એ ટી એમમાં ઓડિટ કરતા કોઈ પણ ઉચાપત સામે નહોતી આવી. ત્યારબાદ વટવા ખાતે એ ટી એમમાં ઓડિટ કરવા જવા અધિકારીઓ સોનુ ગુપ્તા સાથે નીક્યાં હતા. ત્યારે પૂર્વીશ બાઈકમાં પંચર પડ્યું છે તેમ કહી રફુચક્કર થયો ગયો હતો અને ત્યાર બાદ ફોન બંધ કરી દીધો. અધિકારીઓએ એ ટી એમમાં ચેક કરતા રૂ. ૬૪ લાખની ઉચાપત થયાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ અન્ય ૨૭ જેટલા એ ટી એમ ચેક કરતા રૂ ૧.૩૮ કરોડની ઉચાપત થયાનું સામે આવ્યું હતું.

કાગડાપીઠ પોલીસ સ્ટેશન પી.આઈ. એસ એમ મોદીએ જણાવ્યું કે, સી એમ એસ કંપની માં કામ કરતા પૂર્વીશ ચૌધરી એ રૂ ૧.૩૮ કરોડની ઉચાપત કરી છે તેવી ફરિયાદ નોંધાવી છે. જે એ ટી એમમાં રૂપિયા જમા કરવાના હોય છે તે પાસવર્ડનો ઉપયોગ કરી નહીં નાખી ઉચાપત કરી છે. છેલ્લું ઓડિટ આ લોકો નું ૨૬ ફેબ્રુઆરી ના રોજ થયું હતું . નવું ઓડિટ થતા આ ઉચાપત સામે આવી છે . હાલ તો ગુનો નોંધી આરોપી ના પરિવારજન ની પૂછપરછ કરી વધુ તાપસ હાથ ધરી છે

સી એમ એસ કંપની દ્વારા ખાનગી તથા સરકારી બેન્કના એ ટી એમમાં રૂપિયા નાખવામાં આવે છે. આ એ ટી એમમાં રૂપિયા નાખવા માટે કર્મચારીઓને ગન મેન સાથે ગાડી અને એ ટી એમનો પાસવર્ડ આપવામાં આવે છે. પૂર્વીશ અને સોનુને એ ટી એમ નો પાસવર્ડ આપવામાં આવ્યો હતો. જે બંને પાસે ૬ - ૬ આંકડાનો હતો. દર રોજ પૂર્વીશ અને સોનુ શહેરના ૩૭ એ ટી એમોમાં રૂપિયા લોડ કરવા જતા હતા, જે સમયે સોનુને વિશ્વાસમાં લઇ એ ટી એમમાં રૂપિયા ન નાખ્યા હતા. સી એમ એસ કંપનીની વાત કરીયે તો અગાઉ પણ કંપનીના કર્મચારીઓએ રૂપિયા લૂંટી ફરાર થઇ ગયા હતા. તો એક કર્મચારી એ આજ મોડ્સ ઓપરેન્ડીથી રૂપિયાની ઉચાપત પણ કરી હતી. આટલી મોટી કંપની હોવા છતાં કોઈપણ પ્રકારની સાયબર સિક્યુરિટી નથી રાખવામાં આવતી.

ઉચાપત કરનાર પૂર્વીશ ચૌધરી ઇસનપુર ખાતે રહે છે અને સી એમ એસ કમ્પનીમાં છેલ્લા ૫ વર્ષીથી કસ્ટોડિયન તરીકે કામ કરે છે. ત્યારે આટલી મોટી રકમની ઉચાપત કરતા કંપની માલિકો પણ દંગ રહી ગયા છે. હાલ તો કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સ્ટોરી - દિપક સોલંકી
First published:

Tags: Employees