રાજ્ય ની 75 નગરપાલિકા માટે 17 ફેબ્રુઆરી એ ચૂંટણી યોજાશે. જેમાં 529 વોર્ડ ની 2116 બેઠકો માટે ચૂંટણી જંગ જામશે. મહત્વનું છે કે 52 બેઠકો બિન હરીફ થઈ છે. જાફરાબાદ નગરપાલિકા સંપૂર્ણ બિનહરીફ જાહેર કરાઇ છે. જાફરાબાદના 7 વોર્ડ ની તમામ 28 બેઠકો બિનહરીફ થઈ હતી. ત્યારબાદ રાપર નગર પાલિકા ની 28 બેઠકો માં થી 12 બેઠકો બિનહરીફ જાહેર કરાઇ છે.આવતીકાલે 6,033 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે અને ૧૯ ફેબ્રુઆરી એ મત ગણતરી હાથ ધરાશે મહત્વનું છે કે હાલ બીજેપી પાસે 59 નગરપાલિકાઓ છે.
આ બાજુ, ગુજરાતમાં 2 જિલ્લા પંચાયત સહિત 17 તાલુકા પંચાયતોમાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે ગુજરાત કોંગ્રસ સમિતિના પ્રદેશ પ્રમુખ ભરત સિંહ સોલંકી આજે ચૂંટણી ના પ્રચાર અર્થે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં વિવિધ વિસ્તારો સહિત બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ કોંગ્રેસના પ્રચાર અર્થે એક જાહેર સભા સંબોધન માટે પુંજપુર ખાતે પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યા માં હિન્દૂ અને મુસ્લિમ કોમ ના લોકો એકત્રીત થયા હતા 2 કલાક મોડા પોહચેલા કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ ભરત સિંહ સોલંકીનું કોંગ્રેસ ના પદાધિકારીઓ દ્વારા ફૂલ માલા તેમજ સાફ પહેરાવી સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ભરત સિંહ સોલંકી એ મતદારોને કોંગ્રેસ ને મત આપી વિજય બનાવ હાકલ કરી હતી અને તેમને જણાવ્યું હતું કે અગાઉ ખેડા અને બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસનું સાશન હતું પણ ભાજપે તોડફોડ કરી આ બંને બેઠકો કબ્જે કરી હતી પણ આ વખતે ફરી આ સીટો ઉપર કોંગ્રેસ નું શાશન આવશે અને વિકાસ ના કર્યો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ સાથે પાટણમાં બનેલી આત્મવિલોપન ની ઘટનાને વખોડતા જણાવ્યું હતું કે ભાજપના શાશન માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે ને દલિતો ઉપર અમનુસી વર્તન વધી રહ્યો છે ને પાટણ ની ઘટના ને કમનસીબી ગણાવી રાજ્યસરકાર માફી માંગે તેમ જણાવ્યું હતું અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ તેમ પણ ઉમેર્યું હતું.