અમદાવાદ: રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું અને 977 ઉમેદવારોનું ભાવિ ENMમાં કેદ થયું..કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન યોજાયું હતું. ત્યારે ચૂંટણી પંચે સત્તાવાર આંકડા જાહેર કર્યા છે.
જાણો કેટલા ટકા થયું મતદાન?
સૌથી વધુ નર્મદામાં 79.15 ટકા મતદાન
સૌથી ઓછું દ્વારકામાં 59.39 ટકા મતદાન
કચ્છ 63.95 ટકા
સુરેન્દ્રનગર 65.27 ટકા મતદાન
મોરબી 73.19 ટકા
રાજકોટ 66.78 ટકા મતદાન
જામનગર 64.12 ટકા
દેવભૂમિ દ્વારકા 59.39 ટકા મતદાન
પોરબંદર 61.86 ટકા
જૂનાગઢ 62.44 ટકા મતદાન
ગીર સોમનાથ 68.61 ટકા
અમરેલી 61.29 ટકા મતદાન
ભાવનગર 61.56 ટકા
બોટાદ 62.08 ટકા
નર્મદા 79.15 ટકા મતદાન
ભરૂચ 73.01 ટકા
સુરત 66.39 ટકા મતદાન
તાપી 78.56 ટકા
ડાંગ 72.64 ટકા મતદાન
નવસારી 73.19 ટકા
વલસાડ 72.69 ટકા મતદાન
કોણે કોણે કર્યું મતદાન?
રાજકોટમાં ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ મતદાન કર્યું
રાજકોટ: ગોંડલના ભાજપ ઉમેદવાર ગીતાબા જાડેજાએ કર્યું મતદાન
રાજકોટ પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ મતદાન કર્યું
ભાવનગર ગ્રામ્યના ભાજપના ઉમેદવાર પરષોત્તમ સોલંકીએ કર્યું મતદાન
વલસાડની ઉમરગામ બેઠકના ભાજપના ઉમેદવાર રમણ પાટકરે કર્યું મતદાન
વલસાડની કપરાડા બેઠકના ભાજપના ઉમેદવાર માધુભાઈ રાઉતએ કર્યું મતદાન
વલસાડ: કપરાડા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જીતુ ચૌધરીએ કર્યું મતદાન
ભૂજનાં કોંગ્રેસના ઉમેદવાર આદમ ચાકીએ કર્યું મતદાન
કચ્છ: રાપરમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર સંતોકબેન આરેઠિયાએ કર્યું મતદાન
પોરબંદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ કર્યું મતદાન
પોરબંદર: કુતિયાણા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વેજાભાઈ મોડેદરાએ કર્યું મતદાન
અમરેલી: લાઠી કોંગ્રેસના ઉમેદવાર વીરજી ઠુંમરે મતદાન કર્યું
રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાએ કર્યું મતદાન
ભરૂચની જંબુસર બેઠક પરથી ભાજપના ઉમેદવાર છત્રસિંહ મોરીએ મતદાન કર્યું
વલસાડની પારડી બેઠકના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈએ કર્યું મતદાન
પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર બાબુ બોખીરિયાએ મતદાન કર્યું
રાજકોટની ધોરાજી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ કર્યુ મતદાન
કચ્છની અંજાર બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર વાસણભાઈ આહિરે કર્યું મતદાન
જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કર્યું મતદાન
અમરેલી બેઠકનાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ મતદાન કર્યું