Home /News /gujarat /મોદી અમિત શાહની જોડીનો કમાલ, ઉત્તરપ્રદેશમાં ભાજપની ઐતિહાસિક જીત, પંજાબ જીતી કોંગ્રેસે આબરૂ ટકાવી

મોદી અમિત શાહની જોડીનો કમાલ, ઉત્તરપ્રદેશમાં ભાજપની ઐતિહાસિક જીત, પંજાબ જીતી કોંગ્રેસે આબરૂ ટકાવી

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોના પરિણામ આજે જાહેર થતાં કેસરીયા હોળીનો માહોલ છવાયો છે. ભાજપે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે. જ્યારે પંજાબમાં કોંગ્રેસે વિજય મેળવી પોતાનું આબરૂ ટકાવી રાખી છે. જ્યારે ગોવા અને મણીપુરમાં કોઇ પક્ષને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. ગોવા અને મણીપુરમાં સૌથી મોટા પક્ષ તરીકે કોંગ્રેસ ઉભરી આવી છે પરંતુ અહીં અન્ય મહત્વના સાબિત થઇ શકે એમ છે.

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોના પરિણામ આજે જાહેર થતાં કેસરીયા હોળીનો માહોલ છવાયો છે. ભાજપે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે. જ્યારે પંજાબમાં કોંગ્રેસે વિજય મેળવી પોતાનું આબરૂ ટકાવી રાખી છે. જ્યારે ગોવા અને મણીપુરમાં કોઇ પક્ષને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. ગોવા અને મણીપુરમાં સૌથી મોટા પક્ષ તરીકે કોંગ્રેસ ઉભરી આવી છે પરંતુ અહીં અન્ય મહત્વના સાબિત થઇ શકે એમ છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી #ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોના પરિણામ આજે જાહેર થતાં કેસરીયા હોળીનો માહોલ છવાયો છે. ભાજપે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે. જ્યારે પંજાબમાં કોંગ્રેસે વિજય મેળવી પોતાનું આબરૂ ટકાવી રાખી છે. જ્યારે ગોવા અને મણીપુરમાં કોઇ પક્ષને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. ગોવા અને મણીપુરમાં સૌથી મોટા પક્ષ તરીકે કોંગ્રેસ ઉભરી આવી છે પરંતુ અહીં અન્ય મહત્વના સાબિત થઇ શકે એમ છે.

    ઉત્તરપ્રદેશમાં ભાજપની ઐતિહાસિક જીત

    ઉત્તરપ્રદેશના રાજકારણમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. સત્તાધીશ સમાજવાદી પાર્ટી ઉપરાંત વિપક્ષ બહુજન સમાજવાદી પાર્ટીનો પણ સફાયો થયો છે. મોદી અને શાહની જોડીએ કમાલ કરી બતાવ્યો છે. ગત ટર્મમાં માત્ર 47 બેઠકો જીતનાર ભાજપે ઐતિહાસિક જીત સાથે સ્પષ્ટ બહુમત મેળવ્યો છે. 403 બેઠકવાળી વિધાનસભામાં ભાજપનો 320 બેઠકો પર ઝળહળતો વિજય થયો છે. સમાજવાદી પાર્ટી કોંગ્રેસના ગઠબંધનને માત્ર 54 બેઠકો મળી છે તો બસપાને 19 અને અન્યને ફાળે માત્ર 5 બેઠકો આવી છે.

    પંજાબ કોંગ્રેસના હાથમાં

    પંજાબ # 117 બેઠકોવાળી પંજાબ વિધાનસભામાં પણ સત્તા પરિવર્તનનો પવન ફૂંકાયો છે. ગત ટર્મમાં 68 બેઠકો જીતનાર ભાજપ અકાળી દળના ગઠબંધનને આ વખતે માત્ર 18 બેઠકો જ મળી છે. જ્યારે પ્રથમવાર ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીને 22 બેઠકો મળી છે. જ્યારે ગત ટર્મમાં 46 બેઠક મેળવનાર કોંગ્રેસે સ્પષ્ટ બહુમત મેળવ્યો છે. કોંગ્રેસનો 75 બેઠકો પર વિજય થયો છે.

    ઉત્તરાખંડમાં ભાજપનો ભગવો

    ઉત્તરાખંડ# અહી સત્તા બદલાઇ છે. ગત ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત મેળવનાર કોંગ્રેસને આ વખતે ધોબી પછડાટ મળી છે. ગત ટર્મમાં 32 બેઠકો સાથે સરકાર બનાવનાર કોંગ્રેસ આ વખતે માત્ર 11 બેઠકોમાં સમેટાઇ છે. જ્યારે ગત ટર્મમાં 31 બેઠકો મેળવનાર ભાજપ 56 બેઠકો સાથે સરકાર બનાવવા જઇ રહી છે.

    ગોવામાં કોંગ્રેસ ભાજપ વચ્ચે ટક્કર

    ગોવા #અહીં કોંગ્રેસ ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. 40 બેઠકવાળી વિધાનસભામાં 15 બેઠકો સાથે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. પરંતુ ભાજપ 13 બેઠકો સાથે બીજા ક્રમે છે. અહીં બહુમત માટે 31 બેઠકો જરૂરી છે. અન્યને 10 બેઠક મળી છે. ભાજપ કે કોંગ્રેસ જેને પણ અન્યોને સાથ મળશે એ પોતાની સરકાર બનાવશે.

    મણીપુરમાં કોણ બનાવશે સરકાર?

    મણીપુર #ગોવાની જેમ મણીપુરમાં પણ ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર છે. 60 બેઠકોવાળી વિધાનસભામાં બહુમત માટે 31 બેઠકો જરૂરી છે. અહીં પણ ગોવાની જેમ કોઇને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. કોંગ્રેસને 24 બેઠકો મળી છે તો ભાજપને 20 બેઠકો મળી છે. જ્યારે અન્યના ફાળે 12 બેઠકો આપી છે. અહીં પણ અન્ય જેની તરફ ઝુકશે એની સરકાર બનશે.
    First published:

    Tags: ઉત્તરપ્રદેશ ચૂંટણી પરિણામ 2017, કોંગ્રેસ, ગોવા ચૂંટણી પરિણામ 2017, ચૂંટણી પરિણામ 2017, ભાજપ, સમાજવાદી પાર્ટી