Home /News /gujarat /

રાહુલને નોટીસ ફટકારતા કોંગ્રસ લાલચોળ, ECને કહ્યું- PM મોદી- શાહ વિરૂદ્ધ કરો FIR

રાહુલને નોટીસ ફટકારતા કોંગ્રસ લાલચોળ, ECને કહ્યું- PM મોદી- શાહ વિરૂદ્ધ કરો FIR

ચૂંટણી કમિશને રાહુલ ગાંધીને નોટીસ ફટકારતા અને ઈન્ટરવ્યું ચલાવનાર ચેનલો વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવવાના આદેશ પર કોંગ્રેસ લાલચોળ થઈ ગઈ છે. ચૂંટણી કમિશને રાહુલ ગાંધીને નોટીસ ફટકારતા કહ્યું છે કે, 18 તારીખ સાંજે 5 વાગ્યા સુધી તમે જવાબ રજૂ કરો. ત્યારે બીજી બાજુ કોંગ્રેસ પણ ચૂંટણી કમિશન સામે પહોંચવામાં જરા પણ વાર લગાડી નથી.

ચૂંટણી કમિશનમાં ફરિયાદ બાદ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, જે આધારે રાહુલ ગાંધીને નોટીસ મોકલવામાં આવી છે, તે આધાર પર પીએમ મોદી વિરૂદ્ધ સૌથી પહેલા FIR નોંધાવવી જોઈએ. કોંગ્રેસ નેતાઓએ પીએમ મોદી ઉપરાંત અમિત શાહ, અરૂણ જેટલી અને પિયૂષ ગોયલ ઉપર પણ કાર્યવાહીની માંગ કરી છે. કોંગ્રેસ અનુસાર બીજેપીના નેતાઓને પણ ચૂંટણી પ્રચાર ખત્મ થયા બાદ મીડિયા સાથે વાત કરી છે તો રાહુલના ઈન્ટરવ્યુ સાથે જ આવું કેમ?

અસલમાં એક ગુજરાતી ચેનલમાં રાહુલ ગાંધીનું એક્સક્લૂસિવ ઈન્ટરવ્યું બતાવવામાં આવ્યું હતું, જેમાં રાહુલે ગુજરાત સરકાર અને મોદી સરકાર પર નિશાન સાંધ્યો હતો. રાહુલે ઈન્ટરવ્યું દરમિયાન પીએમ મોદીને ઘણા બધા પ્રશ્ન પૂછ્યા અને તેમને દાવો કર્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાવવા જઈ રહી છે.

બીજાતબક્કાના વોટિંગથી ઠિક એક દિવસ પહેલા રાહુલના આ ઈન્ટરવ્યુંને લઈને બીજેપીએ પ્રશ્ન ઉભા કરી દીધા છે. બીજેપી અનુસાર ચેનલે ચૂંટણી આચાર સંહિતાનો ઉલ્લંઘન કર્યો છે, અને આ બાબતે તેમને ચૂંટણી કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ ચૂંટણી કમિશને ચેનલ પર કાર્યવાહી કરતાં FIR નોંધવાનો આદેશ આપ્યો છે.

ચૂંટણી કમિશન અનુસાર વોટિંગથી એક દિવસ પહેલા આવા ઈન્ટરવ્યું બતાવવા આચાર સંહિતાનું ભંગ છે. આયોગે કહ્યું કે, ઈન્ટવ્યું બતાવનાર બધી જ ચેનલો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
First published:

Tags: Assemble election 2017, BJP Vs Congress, Gujarat Election 2017, રાહુલ ગાંધી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन