Home /News /gujarat /

ચૂંટણી પંચની PC: 89 બેઠક માટે 9 ડિસે. મતદાન, જણો - ચૂંટણીને લગતી મહત્વની જાણકારી

ચૂંટણી પંચની PC: 89 બેઠક માટે 9 ડિસે. મતદાન, જણો - ચૂંટણીને લગતી મહત્વની જાણકારી

પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 851 ઉમેદવારો માટે મતદાન...

પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 851 ઉમેદવારો માટે મતદાન...

આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા. પ્રથમ તબક્કાના મતદાનને લઈ ચૂંટણીપંચે પ્રેસ કોન્ફરન્સ યોજી. જેમાં ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન અંગેની મહત્વની જાણકારી રજૂ કરી.

ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું કે, પ્રથમ તબક્કા માટેના મતદાન માટે કુલ 50264 પોલિંગ બુથ હશે. પ્રથમ તબક્કાની કુલ 89 બેઠકો માટે 851 ઉમેદવારો મેદાને છે. પ્રથમ તબક્કાની 89 બેઠક માટે 9 ડિસેમ્બરના રોજ મતદાન થશે.

ચૂંટણીપંચે આપેલ મહત્વની જાણકારી

- પ્રથમ તબક્કામાં 50264 પોલિંગ બુથ
- પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 851 ઉમેદવારો માટે મતદાન
- 89 બેઠકો માટે 9 ડિસેમ્બર રોજ મતદાન થશ
- 14,155 સ્થળો પર 24,689 મતદાન મથકો તૈયાર કરાયા
- સૌથી વધુ મહેસાણામાં 34 ઉમેદવારો મેદાનમાં છે
- ઝાલોદ બેઠક માટે માત્ર બે ઉમેદવારો મેદાનમાં
- સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાતના 2,12,31,652 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
- 1,11,05,933 પુરુષ, 1,01,25,472 મહિલા મતદારો મતદાન કરશે
- થર્ડ જેન્ડર 247 મતદારો નોંધાયા
- પ્રથમ તબક્કામાં 8 વિધાનસભા બેઠકોના 2169 મતદાન મથકો પર 24*૩૬*30ની સાઈઝની મત કુટિરનો ઉપયોગ કરાશે
- બાકીના મતદાન મથકો પર 24*24*30 ઇંચની સાઈઝની મત કુટિરનો ઉપયોગ કરાશે
- 182 બેઠકો માટે 1828 ઉમેદવારો મેદાનમા
- બીજા તબક્કા માં ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાઓનો સમાવેશ
- બીજા તબક્કામાં 1,15,47,435 પુરુષ મતદારો ,1,07,48,977 મહિલા મતદારો
- થર્ડ જેન્ડર 455 મતદારો નોંધાયેલા છે
- કુલ 22296867 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
- 15752 દિવ્યાંગ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે
- 3149 વહીલ ચેરની વ્યવસ્થા કરાઈ
- રાજ્યમાં ફ્લાઈંગ સ્ક્વોડે 37 કેસ રોકડ અને સોનુ જપ્ત કરવાના કર્યું
- 1.81 કરોડની રોકડ જપ્ત કરાઈ
- 2 કરોડ 3 હજાર 80નો દારૂ જપ્ત કરાયો
- મતદાનના દિવસે કર્મચારીઓ કામદારો માટે સ્વેતન રજા રહેશે
First published:

Tags: Assembly Election2017, Election commission, Gujarat Election 2017, Press Conference

આગામી સમાચાર