Home /News /gujarat /

#Election2016: આસામના નવા મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ, જાણો રાજકીય કુંડલી

#Election2016: આસામના નવા મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ, જાણો રાજકીય કુંડલી

#આસામમાં પહેલી વખત ભાજપની સરકાર બનવા જઇ રહી છે. અત્યાર સુધી આવેલા પરિણામના ટ્રેન્ડ જોતાં ભાજપની સરકાર બનવી નક્કી છે. પાર્ટીએ આસામમાં ચૂંટણીની રણનીતિ બદલતાં આ વખતે પહેલેથી જ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે સર્બાનંદ સોનોવાલની જાહેરાત કરી હતી. મતદારોએ પણ જાણે કે સર્બાનંદ પર વિશ્વાસ મુક્યો હોય એમ ભારી બહુમતથી જીત અપાવી છે. હવે સવાલ થાય એ સ્વાભાવિક છે કે આખરે આ સર્બાનંદ સોનોપાલ એવી તે કેવી શખ્સિયત છે કે મતદારોએ આટલો વિશ્વાસ મુક્યો છે. તો આવો જાણીએ

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #આસામમાં પહેલી વખત ભાજપની સરકાર બનવા જઇ રહી છે. અત્યાર સુધી આવેલા પરિણામના ટ્રેન્ડ જોતાં ભાજપની સરકાર બનવી નક્કી છે. પાર્ટીએ આસામમાં ચૂંટણીની રણનીતિ બદલતાં આ વખતે પહેલેથી જ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે સર્બાનંદ સોનોવાલની જાહેરાત કરી હતી. મતદારોએ પણ જાણે કે સર્બાનંદ પર વિશ્વાસ મુક્યો હોય એમ ભારી બહુમતથી જીત અપાવી છે. હવે સવાલ થાય એ સ્વાભાવિક છે કે આખરે આ સર્બાનંદ સોનોપાલ એવી તે કેવી શખ્સિયત છે કે મતદારોએ આટલો વિશ્વાસ મુક્યો છે. તો આવો જાણીએ

કેન્દ્રિય મંત્રી બન્યા બાદ આસામ વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં પાર્ટી દ્વારા એમને આસામના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરતાં જ એમનું રાજકીય કદ વધી ગયું છે. પાર્ટીને પણ એમના નામની જાહેરાતથી ચમત્કાર થવાની આશા દેખાતી હતી. છેવટે ભાજપનો દાવ કામ લાગ્યો અને રાજ્યમાં કેસરીયો લહેરાયો છે.

સર્બાનંદ સોનોપાલનો જન્મ 31 ઓકટોબર 1962માં થયો હતો. એમણે ડિબ્રુગઢ યુનિવર્સિટીમાંથી અભ્યોસ કર્યો છે. સર્બાનંદે પોતાની રાજકીય કારર્કિદીની શરૂઆત 1992થી કરી હતી. 1992થી 1999 સુધી ઓલ આસામ સ્ટુડન્ટસ યુનિયનના પ્રેસિડેન્ટ રહ્યા હતા. સોનોવાલે આસામ ગણ પરિષદ જોઇન્ટ કર્યું અને 2001માં ધારાસભ્ય બન્યા હતા. 2004માં પહેલી વખત પૂર્વ કેન્દ્રિય મંત્રી પવનસિંબ ઘાટોવરને હરાવી તે લોકસભામાં પહોંચ્યા હતા.

2011માં આસામ ગણ પરિષદ સાથે વિવાદ થતાં તેઓ ભાજપમાં જોડાયા હતા. 2012માં એમને ભાજપ આસામ યુનિટના અધ્યક્ષ બનાવાયા હતા. 2014માં લોકસભા ચૂંટણીમાં લખીમપુર બેઠકથી જીત્યા બાદ તેઓને કેન્દ્રિય મંત્રી બનાવાયા હતા. 2015માં ફરી એકવાર એમને આસામ વિધાનસભા ચૂંટણીની કમાન સોંપવામાં આવી હતી અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરાયા હતા.
First published:

Tags: 2016 ચૂંટણી પરિણામ, આસામ ચૂંટણી 2016, ભાજપ, મુખ્યમંત્રી

આગામી સમાચાર