Home /News /gujarat /

પૂર્વ પત્નિને મળવા કરાયું પ્લેન હાઇજેક, પત્નિ માટે આપ્યો પત્ર

પૂર્વ પત્નિને મળવા કરાયું પ્લેન હાઇજેક, પત્નિ માટે આપ્યો પત્ર

#સાઇપ્રસમાં ઇજિપ્ત એરના વિમાનને હાઇજેક કરવાની ઘટનામાં નાટકીય વળાંક સામે આવ્યો છે. એવી વાત સામે આવી રહી છે કે, પોતાની પૂર્વ પત્નિ સુધી એક પત્ર પહોંચાડવા માટે અપહરણકર્તાએ પ્લેન હાઇજેક કર્યું હતું. વિમાનમાં કુલ 55 મુસાફર હતા જે પૈકી મહિલાઓ અને બાળકોને છોડી મુકવામાં આવ્યા છે અને એરપોર્ટ ઓથોરીટી તથા સુરક્ષા એજન્સીઓ દ્વારા અપહરણકર્તાની પત્નિને એરપોર્ટ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #સાઇપ્રસમાં ઇજિપ્ત એરના વિમાનને હાઇજેક કરવાની ઘટનામાં નાટકીય વળાંક સામે આવ્યો છે. એવી વાત સામે આવી રહી છે કે, પોતાની પૂર્વ પત્નિ સુધી એક પત્ર પહોંચાડવા માટે અપહરણકર્તાએ પ્લેન હાઇજેક કર્યું હતું.

વિમાનમાં કુલ 55 મુસાફર હતા જે પૈકી મહિલાઓ અને બાળકોને છોડી મુકવામાં આવ્યા છે અને એરપોર્ટ ઓથોરીટી તથા સુરક્ષા એજન્સીઓ દ્વારા અપહરણકર્તાની પત્નિને એરપોર્ટ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ઇજિપ્ત સ્ટેટ ટીવી મુજબ હાઇજેકરની ઓળખ ઇબ્રાહિમ સમાહા તરીકે થઇ છે. સાઇપ્રસ બ્રોડકાસ્ટિગના અહેવાલ અનુસાર હાઇજેકરે પોતાને બોમ્બથી બાંધી રાખ્યો છે અને વિમાનને ઉડાવી દેવાની ધમકી આપી રહ્યો છે.

આ હાઇજેકર એલેક્જેન્ડ્રિયા યુનિવર્સિટીમાં વેટરનિટી મેડિસિનમાં પ્રોફેસર હોવાની વાત પણ સામે આવી રહી છે અને પોતાની પૂર્વ પત્નિ સાથે વાત કરવા ઇચ્છતો હોવાથી પ્લેન હાઇજેક કર્યું છે.

તેણે પ્લેનમાંથી અરબી ભાષામાં લખાયેલો એક પત્ર પ્લેન બહાર ફેંક્યો છે અને તે ઇચ્છે છે કે લરનાકામાં રહેતી એની પૂર્વ પત્નિને આ પત્ર આપવામાં આવે. સાથોસાથ તે એની પૂર્વ પત્નિને એકવાર જોવા પણ ઇચ્છે છે.
First published:

Tags: ઇજિપ્ત, ઇજિપ્ત એર, ઇજિપ્ત પ્લેન હાઇજેક

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन