Home /News /gujarat /ભૂકંપના ભંયકર ઝટકાથી ધ્રુજી ઉઠ્યું જાપાન, 9ના મોત, 45થી વધુ ઘાયલ

ભૂકંપના ભંયકર ઝટકાથી ધ્રુજી ઉઠ્યું જાપાન, 9ના મોત, 45થી વધુ ઘાયલ

જાપાન ના દક્ષિણ વિસ્તારમાં શુક્રવારે રાતે આવેલ 6.5 તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 9ના મોત નિપજ્યા છે, જ્યારે 45થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે.

જાપાન ના દક્ષિણ વિસ્તારમાં શુક્રવારે રાતે આવેલ 6.5 તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 9ના મોત નિપજ્યા છે, જ્યારે 45થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે.

  • IBN7
  • Last Updated :
ટોક્યો# જાપાન ના દક્ષિણ વિસ્તારમાં શુક્રવારે રાતે આવેલ 6.5 તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 9ના મોત નિપજ્યા છે, જ્યારે 45થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. ભૂકંપના કારણે અનેક મકાન ધરાશાયી થઇ ગયા છે અને માર્ગોને પણ નુકસાન પહોંચ્યું છે.

કુમામોતો પ્રીફેકચર ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી તકાયુકી તાતસુશિતાએ જણાવ્યું છે કે, આ મોતો માશિકી શહેરમાં થઇ છે. કુમામોતો શહેરથી 15 કિલોમીટર ઉત્તર પર સ્થિત માશિકી શહેરમાં ભૂકંપની સૌથી વધુ અસર જોવા મળી છે. આ અગાઉ રેડ ક્રાસ કુમામોતો હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે, ત્યાં સારવાર માટે 45 લોકોને દાખલ કરવામાં આવ્યા છે, તેમાં પાંચ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે.

અધિકારીઓએ જણાવ્યું કે, ઘણા મકાન ધરાશાયી થયા છે અને એક સ્થળે આગ લાગવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જોકે, હાલ નુકસાન અંગે કોઇ વિગત પ્રાપ્ત થઇ નથી. જાપાન ના હવામાન વિભાગના અનુસાર, ભૂકંપ રાતે 9 વાગીને 26 મીનિટ પર મધ્ય ક્યુશુના કુમામોતો પ્રીફેકચર, ખૂબજ ઓછી ઉંડાઇ, 10 કિલોમીટરના અંતરે નોંધાયું છે. જોકે, આનાથી સુનામીનો કોઇ ખતરો છે નહીં. હવામાન વિભાગે જણાવ્યું કે, ભૂકંપથી આશરે 30 મીનિટ બાદ 5.7 તીવ્રતા વાળો બીજો ભૂકંપ પણ આવ્યો હતો.
First published:

Tags: ઇજાગ્રસ્ત, જાપાન, બચાવ કામગીરી, ભૂકંપ, મોત, સારવાર, હોસ્પિટલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन