Home /News /gujarat /ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રુજ્યુ જાપાન, સુનામીને આશંકાથી એલર્ટ

ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રુજ્યુ જાપાન, સુનામીને આશંકાથી એલર્ટ

જાપાન ફરી એકવાર મંગળવાર વહેલી સવારે ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્યું છે. ભૂકંપના આંચકા બાદ હવે સુનામીની આશંકાને લઇને એલર્ટ જાહેર કરાયું છે. ભૂકંપની તીવ્રતા 7.3 રિક્ટર સ્કેલ નોંધાઇ છે.

જાપાન ફરી એકવાર મંગળવાર વહેલી સવારે ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્યું છે. ભૂકંપના આંચકા બાદ હવે સુનામીની આશંકાને લઇને એલર્ટ જાહેર કરાયું છે. ભૂકંપની તીવ્રતા 7.3 રિક્ટર સ્કેલ નોંધાઇ છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #જાપાન ફરી એકવાર મંગળવાર વહેલી સવારે ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્યું છે. ભૂકંપના આંચકા બાદ હવે સુનામીની આશંકાને લઇને એલર્ટ જાહેર કરાયું છે. ભૂકંપની તીવ્રતા 7.3 રિક્ટર સ્કેલ નોંધાઇ છે.

જાપાન મેટેરોલોજિકલ એજન્સીનું કહેવું છે કે, આ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 5-59 કલાકે અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ફુફુશિમાના તટ પાસે સમુદ્રમાં અંદાજે 10 કિલોમીટર નીચે નોંધાયું છે. જોકે આ ભૂકંપને પગલે હજુ સુધી જાનહાનિના કોઇ અહેવાલ સામે આવ્યા નથી.

ભૂકંપના આ જોરદાર આંચકાને પગલે ફુફુશિમા પરમાણું રિએક્ટર વિસ્તારમાં સુનામીને પગલે 10 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. વર્ષ 2011માં આવેલ સુનામીને કારણે પરમાણું રિએક્ટર સમગ્ર રીતે નષ્ટ થયું હતું. એ વખતે 8.3 રિક્ટર સ્કેલનો ભૂકંપ ફુફશિમામાં નોંધાયો હતો. જેને પગલે ઘણી તબાહી થઇ હતી.
First published:

Tags: જાપાન, ભૂકંપ

विज्ञापन
विज्ञापन