25 ઓગસ્ટથી હાર્દિક પટેલ ખેડૂતોના દેવામાફી, પાટીદાર સમાજના અનામતનો લાભ અને અન્ય માગણીઓ સાથે આમરણાંત ઉપવાસ ઉપર બેઠો છે. આજે હાર્દિક પટેલના ઉપવાસનો 19મો દિવસ છે ત્યારે આટલા દિવસોમાં અનેક લોકોએ તેને પારણાં કરવા માટે સમજાવવામાં આવ્યું હતું જોકે, તેણે દરેકની લાગણીઓને માન રાખ્યું ન્હોતું અને ઉપવાસના આજે 19માં દિવસે બપોરે પાટીદાર અગ્રણી સંસ્થાઓના હાથે પારણાં કરવાની જાહેરાત કરી છે.
હાર્દિક પટેલના પારણાંના નિર્ણય પછી આજે મંત્રીમંડળની બેઠક હતી એમાં મીડિયા દ્વારા માહિતી પ્રમાણે હાર્દિક પટેલે ઉપવાસ ઉપર હતા. એમાં આજે નિર્ણય કરીને પારણાં કરી છે. તેમણે ટ્વીટ કરી છે. પાટીદાર અગ્રણી સંસ્થાઓના હોદ્દેદારોના આગ્રણથી પારણાં કરું છું. આમ તો બંને સંસ્થાઓના હોદ્દેદારો અને બીજી અગ્રણી સંસ્થાઓના અગ્રણીઓએ હાર્દિક પટેલને અગાઉ ઉપવાસ આંદલનનો અંત લાવવા અને પારણાં કરવા માટે જણાવ્યું હતું. જોકે, ત્યારે હાર્દિક પટેલે માન્યુ ન્હોતું. આજે 19માં દિવસે ટ્વીટ કરીને અને તેમના હોદ્દેદારો દ્વારા પ્રેસકોન્ફરન્સ દ્વારા પારણાં કરવાની જાહેરાત કરી છે. એ ભલે મોડી મોડી કરી હોય પરંતુ યોગ્ય કરી છે. એમનો આ નિર્ણય સારો નિર્ણય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "ગુજરાતમાં શાંતિ સલામતી એક્તા અને એક્તાનો વ્યવહાર સારી રીતે ચાલે... અમારી પ્રજાલક્ષી કામગીરી, ખેડૂતલક્ષી, યુવાલક્ષી, મહિલાલક્ષી, સૌનો સાથે સૌનો વિકાસની કામગીરી પ્રજા આવકારી રહી છે. વિકાસની કામગીરીમાં આવા નાના મોટી મુશ્કેલીઓ આવતા હાય છે. પરંતુ એમણે બીનશરતી પારણાં કરવાની જાહેરાત કરી છે એને સારો નિર્ણય અમે ગણીએ છીએ. "
પાટીદાર અગ્રણીઓ સાથે વાતચીત અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, "ઉપવાસના આશરે 10 દિવસ પછી પાણી પીવાનો પણ બંધ કરવાનો નિર્ણય કર્યો. એ વખતે ઉંઝા ઉમિયા માતા સંસ્થાનના હોદ્દેદારો પાટીદાર સમાજની છ સંસ્થાઓ મળવા ગયા અને પાણી પીવાનું ચાલું રાખે અને સાથે પારણાં કરી લે અને ત્યારે સલાહની આપી હતી. પરંતુ અવગણાં કરી હતી. પરંતુ જે જેનો ગુજરાતમાં કે કોઇ પક્ષમાં આધાર નથી એમના હાથે પાણી પીધું ત્યારે ગુજરાતની લાગણી દુભાઇ હતી. "
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, "ગુજરાતની દરેક જતનાને આ સરકાર સામે માંગણીઓ કરવા માટે સંપૂર્ણ અધિકારી છે. દરેક લોકો સરકાર સામે પોતાની માંગણીઓ મૂકી શકે છે. સરકાર તેમની માંગણીને ઉપર વિચાર કરી યોગ્ય નિકાલ લાવવા માટે પ્રયત્ન કરશે. "
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર