Home /News /gujarat /

હવામાન વિભાગની આગાહી: કમોસમી માવઠાના કારણે ખેડૂતોના જીવ થઈ ગયા અધ્ધર

હવામાન વિભાગની આગાહી: કમોસમી માવઠાના કારણે ખેડૂતોના જીવ થઈ ગયા અધ્ધર

શિયાળુ પાક ડુંગળી, ચણા, ઘઉં જેવા પાકને નુકસાની

વાતાવરણમાં (Atmosphere) આવેલા અચાનક પલટાને લીધે ગાંધીનગર (Gandhinagar) અને અમદાવાદમાં (Ahmedabad) આવેલા પૂર્વના કેટલાક વિસ્તારમાં વરસાદી (Rain) છાંટા પડ્યા હતા.

     અમદાવાદ: ઘણા સમય બાદ શહેરના વાતાવરણમાં (Atmosphere) અચાનક પલટો જોવા મળ્યો હતો. વાતાવરણમાં (Atmosphere) આવેલા અચાનક પલટાને લીધે ગાંધીનગર (Gandhinagar) અને અમદાવાદમાં (Ahmedabad) આવેલા પૂર્વના કેટલાક વિસ્તારમાં વરસાદી (Rain) છાંટા પડ્યા હતા.
    ગાંધીનગરના વાતાવરણમાં પલટાને લીધે આકાશમાં વાદળોની (Cloud) જમાવટ જોવા મળી હતી. અને વરસાદી માહોલ સર્જાયો હતો.

    આ વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોના (Farmers) જીવ તાળવે બંધાઈ ગયા હતા. શિયાળાની ઠંડી ઓછી થતાની સાથે ઉનાળાની અસર ધીરે ધીરે વર્તાઇ રહી છે, ત્યાં ગાંધીનગરના વાતાવરણમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આની પહેલાંથી જ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. જેની અસર વાતાવરણમાં આવેલા પલટા પરથી જોવા મળી હતી. ગાંધીનગરના પડોશી અમદાવાદના કેટલાક વિસ્તારમાં કરા (Hail) સાથે વરસાદ (Rain) પડ્યાના સમાચાર પણ મળ્યા હતા.

    અત્યારે ખેતરમાં તમાકુ, ઘઉં જેવા પાકો (Crops) ઉભા છે ત્યારે આ કમોસમી માવઠાના કારણે ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. કેટલાક ખેડૂતોએ તમાકુ, ઘઉં જેવા પાકોની લણણી (Harvest) પણ કરી લીધી છે. વરસાદી માવઠામાં આ પાક બગડવાની શક્યતા ખેડૂતો દ્વારા વર્તાઈ રહી છે.

    આ પણ વાંચો: વિધાનસભાની ચૂંટણીના પરિણામ, હવે આખા દેશમાં ઈન્ક્લાબ થશે-કેજરીવાલ

    અમદાવાદની વાત કરીએ તો વસ્ત્રાલ, નિકોલ, ઓઢવ જીઆઇડીસી (Odhav GIDC) સહિતના પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યના અનેક ભાગોમાં વાતાવરણમાં (Atmosphere) પલટો આવ્યો હતો. જેમાં અચાનક શહેરના પૂર્વ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતાંની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

    આ ઓચિંતા માવઠામાં ગરમીથી બચવા લોકોએ રાહત પણ અનુભવી હતી. કમોસમી વરસાદના લીધે શરદી-ખાંસી તાવ અને વાઇરલ ઇન્ફેક્શનના (Viral Infection) કેસો વધવાની તથા વરસાદ બાદ વાતાવરણમાં અનુભવાતા બફારાને લીધે ગરમી વધવાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠે તેવી પણ શક્યતા જણાવાઈ રહી છે.

    આ પણ વાંચો:  ભાજપાની શાનદાર જીત પર અમિત શાહે જનતાનો આભાર માન્યો

    વાતાવરણમાં આવેલા અચાનક પલટાને લીધે શહેરના એસપી રિંગરોડ (SP Ring Road) પાસેના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતોમાં (Farmers) પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. કમોસમી વરસાદથી પાકને (Crop) નુકસાન થવાની શક્યતા રહેલી છે.

    રવિ પાકની કાપણીના સમયે ફરી એક વખત વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેટલાક વિસ્તારોમાં બરફના કરાં (Hail) પડ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. કમોસમી વરસાદથી રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં કલાકો સુધી લાઈટ (Light) પણ ગુલ થઈ ગઈ હતી. જણાવાઈ રહ્યું છે કે શિયાળુ પાક ડુંગળી, ચણા, ઘઉં જેવા પાકને નુકસાન થયું છે. તેમજ આંબા પર લચી પડેલ કેરી (Mango) ખરી પડતાં ખેડૂતોને (Farmers) રોવાનો વારો પણ આવ્યો છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Varsad, અમદાવાદ, ખેતી, ગાંધીનગર, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन