Home /News /gujarat /

અછતથી જગતનો તાત ચિંતામાં: રાજ્યમાં રવિ પાકનું વાવેતર 7 લાખ હેક્ટર ઘટ્યું

અછતથી જગતનો તાત ચિંતામાં: રાજ્યમાં રવિ પાકનું વાવેતર 7 લાખ હેક્ટર ઘટ્યું

પ્રતીકાત્મક તસવીર

ખરીફ પાક બાદ શિયાળુ પાકના વાવેતર ઉપર અછતની અસર, ઘઉંના વાવેતરમાં સૌથી વધુ ઘટાડો

    ન્યૂઝ18 ગુજરાતી: અછતની સ્થિતિના કારણે જગતનો તાત ચિંતામાં મૂકાઈ ગયો છે અને તેની સીધી અસર રવિ પાકના વાવેતર પર પડી છે. ગુજરાતમાં નબળું ચોમાસા અને પિયતની વ્યવસ્થા ઊભી ન થતાં શિયાળુ પાકના વાવેતરમાં મોટાપાયે ઘટાડો નોંધાયો છે. 2017ની સરખામણીએ રાજ્યમાં રવિ પાકનું વાવેતર 7 લાખ હેક્ટર ઘટ્યું છે.

    ચોમાસામાં વરસાદ ઓછો પડતાં અછતની સ્થિતિ ઊભી થતાં ખરીફ પાક પણ નિષ્ફળ ગયો હતો. હવે રવિ પાક ઉપર પણ પાણીની અછતની સ્થિતિની અસર થઈ રહી છે. રાજ્યના મુખ્ય શિયાળુ પાક ઘઉં, ચણા, જીરૂ, ધાણાનું ઓછું વાવેતર થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 20.93 લાખ હેક્ટર શિયાળુ પાકનું વાવેતર થયું છે.

    ખેતીવાડી વિભાગમાં નોંધાયેલા આંકડાઓ મુજબ, રાજ્યમાં સરેરાશ 31.35 લાખ હેક્ટર રવિપાકનું વાવેતર થાય છે. ગયા વર્ષે ડિસેમ્બરના મધ્ય સુધીમાં 28.08 લાખ હેક્ટરનું વાવેતર થયું હતું તેની સામે આ વર્ષે 20.93 લાખ હેક્ટરનું જ વાવેતર થયું છે.

    આ પણ વાંચો, 'સરકાર દેખાડો કરવા નર્મદાનું પાણી વેડફે છે, આ પાણી તરસ્યા ખેડૂતોને આપો

    સૌથી વધુ ઘઉંનું વાવેતર ઘટ્યું છે જે મોટું ચિંતાનું કારણ છે. જો પાક ઓછો થશે તો ઘઉંનો ભાવ પણ વધશે અને સામાન્ય લોકોને મોંઘવારીનો સામનો કરવો પડશે. હવે શિયાળુ પાકના વાવેતર કરવાના બહુ થોડાક જ દિવસો બચ્યા છે તેથી આ આંકડામાં બહુ મોટો ફેરફાર થવાની શક્યતા નહીંવત જણાતાં સ્થાનિક રવિપાકોની આવકમાં ઘણો ઘટાડો નોંધાશે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Crops, Winter, ખેડૂતો, ગુજરાત

    આગામી સમાચાર