ગાંધીનગરઃ દારૂ પીને છાકટા બનેલા એક યુવકે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક નિવૃત અધિકારી સાથે ગેરવર્તન કર્યું હોવાનો મામલો પ્રકાસમાં આવ્યો છે. આ મામલે અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવકે અધિકારી સાથે મારામારી પણ કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
યુવકે ગાંધીનગર ખાતે 'ઘ' સાડા ચાર ખાતે પાર્કિંગના મુદ્દે અધિકારી સાથે માથાકૂટ કર્યા બાદ તેમની સાથે હાથાપાઈ કરી હતી. પાર્કિંગ મુદ્દે પહેલા અધિકારી અને યુવક વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં આ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.
પોલીસે આ મામલે હિમાંશુ પટેલ નામના એક આરોપીની ધરપકડ કરી છે. હિમાંશુની ગાડીમાંથી ભાજપનો ખેસ મળી આવ્યો છે. એટલું જ નહીં ગાડીમાંથી પોલીસ લખેલી નેમ પ્લેટ તેમજ બીયરનું એક ખાલી ટીન પણ મળી આવ્યું છે.
નિવૃત સનદી અધિકારીએ આ મામલે ગાંધીનગર સેક્ટર-21ના પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદને પગલે પોલીસે આરોપી હિમાશું પટેલને ઝડપી પાડ્યો હતો. આરોપી દારૂના નશામાં હતો કે નહીં તે જાણવા માટે તેના લોહીના નમૂના લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં આરોપીની કારમાં બીયરનું ટીન જોવા મળી રહ્યું છે. રાજ્યના પાટનગરમાં જ દારૂબંધીનાં લીરા ઉડતા હોય તેવો વીડિયો અને બનાવ સામે આવ્યા બાદ લોકોમાં રોષ વ્યાપી ગયો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર