Home /News /gujarat /

રાજ્યભરમાં ગેરકાયદે ખનન રોકવા ડ્રોનથી નજર રખાશે: વિજય રૂપાણી

રાજ્યભરમાં ગેરકાયદે ખનન રોકવા ડ્રોનથી નજર રખાશે: વિજય રૂપાણી

વિજય રૂપાણી (ફાઈલ તસવીર)

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ગેરકાયદે અને બિન અધિકૃત ખનનને રોકવા માટે અને આ પ્રવૃતિને પારદર્શક કરવા અને સર્વગ્રાહી સર્વેલન્સ માટે એક નવી પહેલ કરી છે. ગુજરાતમાં હવે ગેરકાયદે ખનન રોકવા માટે ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવશે. રાજ્યના ખાણ-ખનીજ વિભાગ દ્વારા આજે ડ્રોન સર્વલન્સનો પ્રારંભ કરાવ્યો છે.

    રાજય સરકારના સૂત્રોનાં જણાવ્યા અનુસાર, પ્રાથમિક તબબકે આ દ્રોન સર્વેલન્સ સાબરમતી નદી સહિતની મોટી નદીઓમાં ગેરકાયદે રેતી કાઢવાની પ્રવૃતિ પર બાજ નજર રાખશે. વિજય રૂપાણીએ આ સર્વેલન્સ સિસ્ટમનો આરંભ કરાવ્યો ત્યારે ઉદ્યોગના અગ્ર સચિવ મનોજ કુમાર દાસ, કમિશનર રૂપવન્ત સિંહ અને ખાણ ખનીજના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

    મુખ્યમંત્રી એ સ્પષ્ટપણે જણાવ્યું કે આ સરકાર પારદર્શિતા સાથે પ્રજાકીય સંવેદના સાથે કાર્યરત છે. તેની અનુભુતિ માટે આ ત્રીજું નેત્ર કાર્યરત કર્યું છે.. તેમણે આવી ટેકનોલોજીનો રાજ્ય વ્યાપી વિનિયોગ સરકારના વિભાગોમાં કરીને પાર દર્શી પ્રશાસન ની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

    મુખ્યમંત્રી એ એવું પણ સુચન કર્યું કે આ ત્રિનેત્ર દ્રોન ટેકનોલોજીનાં ઉપયોગમાં અન્ય વિભાગોને પણ કનેક્ટ કરી શકાય.. તેમણે રાજ્યના ખાણ ખનીજ વિભાગની અલગ અલગ જિલ્લા કચેરીઓમાં આ ત્રિનેત્ર ટેક્નોલોજીના ઉપયોગ અને રાજ્ય સ્તરે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ તેમજ વિજિલન્સ સિસ્ટમને સઘન બનાવવા હિમાયત કરી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Drone, Illegal mining, Vijay Rupani

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन