નવીન ઝા/કિર્તેશ પટેલ : થોડા દિવસથી 'ઢબુડી મા' બનેલો ધનજી ઓડ ઘણો જ ચર્ચામાં છે. ત્યારે આજે અમદાવાદ ગ્રામ્ય એસીપીએ તપાસનાં આદેશ આપ્યાં છે. મહત્વનું છે કે અમદાવાદનાં હાથીજણ વિસ્તારમાં તેણે થોડા સમય પહેલા ગાદી ભરી હતી. ત્યાં ધનજી અને ટીમે ગાદી ભરવાની પરવાનગી લીધી હતી પરંતુ પરવાનગી લીધા વગર ડ્રોન ઉડાવ્યાં હતાં. આ ઉપરાંત આજે પોલીસને તે પોતાના અમદાવાદનાં ભાડાનાં ઘર પર ન મળતા ત્યાં નોટિસ લગાવવામાં આવી છે.
પેથાપુર પોલીસની તપાસ
આ મામલે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં ધનજી ઓડ ભાડે બંગલો રાખીને રહે છે. જ્યાં પેથાપુર પોલીસ સ્ટેશનમાં ભીખાભાઇની ફરિયાદ નોંધાઇ છે તે અંગે પોલીસ તપાસ માટે પહોંચી હતી. પરંતુ ત્યાં ત્યારે કોઇ ન હતું. જેથી બંગ્લાની બહાર નોટિસ ચોંટાડીને જતા રહ્યાં હતાં. જેમાં લખ્યું હતું કે આ ધનજી ઓડને પેથાપુર પોલીસ સ્ટેશમાં હાજર થવાનું રહેશે અને તેની વિરુદ્ધ થયેલી ફરિયાદમ અંગે જવાબ આપવાનો રહેશે.
થોડા સમય પહેલાનો ધનજી ઓડનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં અમદાવાદમાં ધનજી ઓડના ગાદીનો વીડિઓ આવ્યો સામે છે. જેમાંડ્રોનમાંથી ગુલાબનાં ફૂલ ઢબુડી મા અને તેમના અનુયાયીઓ પર નાંખ્યા હતાં. જેમાં તેમણે પોલીસ પાસે ગાડી માટેની પરવાનગી લીધી હતી. પરંતુ આ કાર્યક્રમમાં ડ્રોન ઉડાવવાની પરવાનગી અંગે શંકા છે. આ મામલામાં અમદાવાદ ગ્રામ્ય એસીપીએ તપાસનાં આદેશ આપ્યાં છે. મહત્વનું છે કે ડ્રોન ઉડાવવા માટે પણ પરવાનગી લેવાની હોય છે.
સુરતનાં સરસાણા ખાતે આવેલ રામજીની વાડીમાં બે વખત ગાદી કરવામાં આવી હતી. તેને ખબર પડી કે વિજ્ઞાન જાથા સંસ્થા અહીં આવવાની છે તેથી તે ગાદીમાં આવ્યો ન હતો. મહત્વનું છે કે સુરતનાં સરથાણા ખાતે આવેલ મહારાજા ફાર્મ ખાતે તેણે 19 માર્ચ 2019 અને 9 જૂન 2019માં ગાદી કરી હતી. અહીંયાથી 30 લાખ રૂપિયા કરતા વધુ રકમ એકત્ર કર્યા હતાં.