Home /News /gujarat /

ડૉ બાબા સાહેબ રાજનીતિક નારાઓ નહીં, માનવ જીવનના પ્રતીક છે

ડૉ બાબા સાહેબ રાજનીતિક નારાઓ નહીં, માનવ જીવનના પ્રતીક છે

દલિત ઇન્ટેલેક્ચુઅલ યુથ એસોસિએશનના બેનર તળે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોથી આવેલા આ યુવાનો કોઈ પણ નિમંત્રણ વિના ભેગા થાય છે અને બાબા સાહેબના વિચારો પર ચર્ચા કરે છે

દલિત ઇન્ટેલેક્ચુઅલ યુથ એસોસિએશનના બેનર તળે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોથી આવેલા આ યુવાનો કોઈ પણ નિમંત્રણ વિના ભેગા થાય છે અને બાબા સાહેબના વિચારો પર ચર્ચા કરે છે

    14 એપ્રિલ એ દરેક રાજનીતિક દળ અને વ્યક્તિ માટે મહત્વપૂર્ણ હોય છે. ચૌદમી એપ્રિલે દરેક રાજકારણી કોઈના કોઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૂતળા પાસે ફૂલ-માલા લઈને પહોંચી જતા અને ફૂલમાલા સાથે બાબા સાહેબના વિચારોને પણ આવતા એક વર્ષ માટે ત્યાંજ મૂકી આવતા હોય છે પણ રાજનીતિના બહાર પણ એક દુનિયા છે. જ્યાં બાબા સાહેબના વિચારો અને આદર્શો પર સતત મનન ચિંતન દુનિયાના નજરોથી દૂર ચાલતું રહે છે. આવા લોકો રાજનીતિક નહિ કે, એક્ટિવિઝમ સાથે કોઈ લેવાદેવા નહિ પરંતુ તેમને બાબા સાહેબના આદર્શો ને આગળ લઇ જવામાં અને તેમના વિચારોને સમઝવા રસ હોય છે. એજ પ્રકારનું એક સંગઠન અમદાવાદમાં પણ ચાલે છે. દુનિયાના નજરોથી દૂર!

    દર મહિને 14 મી તારીખે શહેરના સારંગપુર વિસ્તારમાં આવેલા ડો.આંબેડકર ના સ્ટેચ્યુ પાસે રાતે 9 કલાકે એક યુવાનોના સમૂહ ભેગા થાય છે. દલિત ઇન્ટેલેક્ચુઅલ યુથ એસોસિએશનના બેનર તળે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોથી આવેલા આ યુવાનો કોઈ પણ નિમંત્રણ વિના ભેગા થાય છે અને પછી શરુ થાય છે બાબા સાહેબના વિચારો પર ચર્ચા. છેલ્લા એક મહિના દરમિયાન કરવામાં આવેલ કાર્યોના સમીક્ષા. ચર્ચા અને સમીક્ષાનો આ દોર રાત્રે લગભગ 12 વાગ્યે સુધી ચાલે છે અને પછી દરેક જણ પોતપોતાના દુનિયા આવતા એક મહિના માટે જતા રહ્યા છે.

    બે અઢી કલાક ચાલતી આ ચર્ચા દરમિયાન દળગત રાજનીતિથી ઉપર રચનાત્મક કર્યો પર ભાર મુકવામાં આવે છે અને કેવી રીતે વધારે માં વધારે રાજનીતિથી બહારના યુવાનોને બાબા સાહેબના વિચારોના નજીક લાવવું તે વિષય પર મંથન કરવામાં આવે છે.

    આ વર્ષના 14મી એપ્રિલથી શરુ કરાયેલ આ અભિયાન અત્યાર સુધી બસ્સોથી વધારે ઉચ્ય શિક્ષિત યુવાનો જોડાઈ ગયા છે. અમદાવાદ, મહેસાણા, રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોથી દર 14મી આવતા આ યુવાનો સમરસ ભારતનો સ્વપ્ન સેવી રહ્યા છે. આ અભિયાનના સંસ્થાપક સદસ્ય દર્શન સોલંકી, વિજય ઝાલા, પ્રતાપ સોલંકી જેવા યુવાનો ના એકજ લક્ષ્ય છે કે, બાબા સાહેબનો નામ અને રાજનીતિક નારાઓ માં નહિ લોકોની જિંદગીમાં-સમાજમાં હોવી જોઈએ.
    Published by:Sanjay Vaghela
    First published:

    આગામી સમાચાર