Home /News /gujarat /VIDEO અમદાવાદ: નાના બાળક પર શ્વાને કર્યો જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ

VIDEO અમદાવાદ: નાના બાળક પર શ્વાને કર્યો જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ

જમાલપુરમાં શ્વાને બાળક પર કર્યો જીવલેણ હુમલો

અચાનક એક શ્વાન ગલીમાંથી દોડીને આવ્યું અને 2 વર્ષના બાળક પર હુમલો કરી દીધો

અમદાવાદમાં ફરી એક વખત શ્વાનના આતંકની ઘટના સામે આવી છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એક શ્વાને બાળક પર જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એક બાળક પોતાના ઘરની બહાર રમી રહ્યું હતું, તે સમયે અચાનક એક શ્વાન ગલીમાંથી દોડીને આવ્યું અને 2 વર્ષના બાળક પર હુમલો કરી દીધો. બાળકને શ્વાને પગના ભાગે ડુટો ભરી લઈ તેને ફેદોળવાનું શરૂ કરી દીધુ, પરંતુ એટલાામાં બાળકના માતા-પિતા અને પાડોશીઓ આવી પહોંચ્યા અને શ્વાનને મારી ખદેડી મુક્યો.

આ સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કેમેરામાં દેખાઈ રહ્યું છે કે, બાળક ઘરની બહાર જઈ રમી રહ્યું છે તેનું શ્વાન પર ધ્યાન પણ નથી અચાનક શ્વાન દોડતુ આવ્યું અને બાળક પર હુમલો કરી દીધો. મહત્વની વાત એ છે કે, લોકો બાળકને છોડાવી રહ્યા છે તો પણ તે બાળકને છોડી રહ્યું નથી, આખરે માર પડતા તે બાળકને છોડી ભાગી ગયું.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ શ્વાન દ્વારા બાળકો અને રહીશો પર કેટલીએ વખત હુમલાની ઘટનાઓ સામે આવી ચુકી છે. તંત્ર દ્વારા રખડતા શ્વાનને પકડવાની કામગીરી કોર્પોરેશને બંધ કરી દીધી છે, તેના બદલે હવે શ્વાનને પકડી રસી આપવામાં આવી રહી છે. સરકારી ચોંપડે નોંધાયેલા આંકડા અનુસાર, દર વર્ષે અમદાવાદમાં 4 હજાર લોકોને શ્વાન કરડવાના કેસ નોંધાય છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં જ માત્ર અઢીથી ત્રણ લાખ શ્વાન નોંધાયા છે, શ્વાન રસી કરણ અને ખસી કરણ પાછળ તંત્રએ કરોડો રૂપિયા ખર્ચા કરી દીધા છે. પરંતુ શ્વાન પર નિયંત્રણ લાવવામાં નિષ્ફળ રહી છે.
First published:

Tags: Dog attack, Jamalpur, અમદાવાદ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો