દિલ્હી એઇમ્સના ડૉ.નો વડોદરાની પત્ની પર ત્રાસ કહ્યું, 'વધુ ખાઇશ તો જાડી થઈ જઈશ, શારીરિક સંબંધમાં મજા નહીં આવે'

News18 Gujarati
Updated: August 12, 2019, 8:43 AM IST
દિલ્હી એઇમ્સના ડૉ.નો વડોદરાની પત્ની પર ત્રાસ કહ્યું, 'વધુ ખાઇશ તો જાડી થઈ જઈશ, શારીરિક સંબંધમાં મજા નહીં આવે'
દિલ્હી એઇમ્સમાં કામ કરતા ડૉક્ટરે વડોદરાની યુવતી સાથે મેટ્રીમોનીયલ સાઇટ પરથી સંપર્કમાં આવી લગ્ન કર્યુ હતું.

પાસપોર્ટ ફાટી ગયો હોવાથી સિંગાપોર હનીમૂન માટે જવાનું કેન્સલ થતાં પત્નીને ધમકાવી કહ્યું, ખર્ચ તારા બાપે આપવો પડશે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ગાંધીનગરના IAS ઑફિસર ગૌરવ દહીયાના દિલ્હીની કથિત પત્ની સાથેના સંબંધો રાજ્યમાં ચર્ચાની એરણે છે. પતિ-પત્નીના આક્ષેપોના એ કિસ્સાની શાહી સુકાઈ નથી ત્યાં રાજ્યમાં ફરી એક વાર ચકચાર જગાવે તેવો કિસ્સો વડોદરાથી પ્રકાશમાં આવ્યો છે. વડોદરાની એક યુવતીએ મૂળ દિલ્હીના વતની ડૉક્ટર સામે વડોદરા પોલીસમાં માનસિક અને શારીરિક કનડગતની ફરિયાદ નોંધાવી છે. પત્નીએ આક્ષેપ કર્યો છે કે મેટ્રિમોનિયલ પરથી લગ્ન કર્યા બાદ દિલ્હીના નિવાસી અને એઇમ્સમાં ડૉક્ટર તરીકે કામ કરતા પતિ લીઝો મેથ્યુએ ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. પત્નીએ વડોદરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ત્યાં સુધી આક્ષેપ કરાયો છે કે પતિએ શારિરીક સંબંધમાં મજા આવે તે માટે પાતળું શરીર જાળવી રાખવાની દલીલે તેને ફક્ત બે જ રોટલી ખાવાનો તર્ક આપ્યો હતો.

બનાવની વિગત એવી છે કે ભાયલીની પરિણીતાએ લગ્નના દોઢ મહિનામાં જ પતિના કૃત્યથી ત્રસ્ત થઇ તાલુકા પોલીસમાં ફરિયાદ કરી છે. વાસણા ભાયલી રોડ પર રહેતી 25 વર્ષીય યુવતી અકોટાની હોટલમાં એડમિનીસ્ટ્રેટર તરીકે ફરજ બજાવે છે. શાદી ડોટ કોમ પર તેની પ્રોફાઇલ જોઇ હરિયાણા ફરીદાબાદથી સી.એમ. મેથ્યુએ કોલ કર્યો હતો. તેમનો પુત્ર લીઝો એઇમ્સમાં ડોક્ટર છે તેમજ પોતાનું ક્લીનીક છે તેવું કહ્યું હતું. નવેમ્બર 2018માં સગાઇ થયા બાદ 30 ડિસેમ્બરે ફરીદાબાદની ચર્ચમાં લગ્ન થયા હતાં. 10 જાન્યુઆરીએ તેમને હનીમુન માટે સિંગાપુર જવા કલકત્તા ઇમીગ્રેશન વિભાગમાં ગયા હતાં. જ્યાં યુવતીનો પાસપોર્ટ ફાટેલો હોવાથી વિઝા ક્લીયરન્સ નહીં થતાં પતિ લીઝો ઉશ્કેરાયો હતો. મને રૂ. 2 લાખનું નુકસાન થયું છે તારા પિતા પાસેથી અપાવવા પડશે કહી જાનવર જોવો વ્યવહાર કર્યો હતો. પતિથી ત્રસ્ત પત્ની નાછૂટકે પિયર વડોદરા આવી સીધી હોસ્પિટલમાં દાખલ થઇ પત્નીએ તાલુકા પોલીસમાં ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો :  રાજ્યમાં પાણીનો જથ્થો 67.05 ટકા થયો, 38 જળાશયો 100 ટકા ભરાયા

સિંગાપોરની હનીમૂન ટૂર કેન્સલ થતાં પત્નીને ધમકાવી
પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતી લીઝોએ તેને સિંગાપોરની હનીમૂન ટુર કેન્સલ થવાના કારણે ધમકાવી હતી. પીડિતાનો પાસપોર્ટ ફાટી ગયેલો હોવાથી ટૂરના વિઝા મળી શક્યા નહોતા, ત્યારે પતિએ તેને ધમકાવી હતી. પતિ લીઝોએ પત્નીને કહ્યું હતું કે આ ટ્રીપનો ખર્ચો તાપા બાપાએ આપવો પડશે.

આ પણ વાંચો :  અ'વાદમાં સોનું ચોરતી ત્રિપુટીનો તરખાટ, તમે તો નથીને આગામી ટાર્ગેટ?મિત્રો સાથેના ફોટો જોઇ પત્નીને લાફો મારી દીધો
લગ્નના 4 દિવસ બાદ પરિવારજનો સગાઇ અને લગ્નની સીડી જોતા હતાં. લીઝોએ સીડી કોપી કરવા સસરાનું લેપટોપ લીધું હતું. તેમાં પત્નીના કોલેજના મિત્રો સાથેના ફોટો જોઇ તે અકળાયો હતો. પતિએ શંકા રાખી રૂમમાં જ પત્નીને લાફો મારી દીધો હતો. તેના માથાના વાળ ખેંચીને માર મારી હતી. તેણે ફરીવાર જૂની વાતો યાદ કરી પત્નીનો મોબાઇલ પછાડી તોડી નાખ્યો હતો.

આ પણ વાંચો :  5 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાં, ઝઘડો થતાં પત્નીનું માથું કાપીને રસ્તા પર ફરતો રહ્યો

આઠ દિવસ સુધી એક જ રૂમમાં ગોંધી રાખી હોવાનો આક્ષેપ
પત્નીએ પોલીસને આપેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે સિંગાપોરની ટ્રીપ રદ થયા બાદ ઉશ્કેરાયેલા પતિએ તેને આઠ દિવસ સુધી એક જ રૂમમાં ગોંધી રાખી હતી.આખરે પતિના ત્રાસથી કંટાળી અને પત્ની જેમતેમ કરીને વડોદરા પહોંચી હતી અને તેણીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
First published: August 12, 2019, 8:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading