શુ તમારે UPSCની પરીક્ષા આપવી છે? જાણો સિવિલ સર્વિસ માટે ઉમેદવારોને તૈયાર કરતી SPIPA રાજ્યમાં ક્યાં છે?
શુ તમારે UPSCની પરીક્ષા આપવી છે? જાણો સિવિલ સર્વિસ માટે ઉમેદવારોને તૈયાર કરતી SPIPA રાજ્યમાં ક્યાં છે?
સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમીનિસ્ટ્રેશન (સ્પીપા) સંસ્થાએ રાજ્ય સરકારની સર્વોચ્ચ તાલીમી સંસ્થા છે.
UPSC ની તૈયારી કરી સિવિલ સર્વિસમાં જોડાવા માંગતા હો અને તે માટે સ્પીપામાં જોડાવું છે તો આ સમાચાર તમારા માટે છે. સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમીનિસ્ટ્રેશન (સ્પીપા) સંસ્થાએ રાજ્ય સરકારની સર્વોચ્ચ તાલીમી સંસ્થા છે. કેન્દ્રના જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં સફળતા મેળવી IAS/IPS/IFS વગેરે બનવાની મહત્વકાંક્ષા ધરાવતા ઉમેદવારઓ માટે જરૂરી તાલીમ અહીં પુરી પાડવામાં આવે છે.
વર્ષોથી ગુજરાત (Gujarat)માટે એક મહેણું રહ્યું છે કે, સિવિલ સર્વિસની પરીક્ષા (Civil Service Examination) માટે ગુજરાતનું પ્રતિનિધિત્વ સૌથી વધુ ખરાબ હોય છે. પરંતુ હવે આ મહેણું ભાંગવા લાગ્યું છે. હવે ધીરે-ધીરે વિદ્યાર્થીઓ UPSC પરીક્ષાની તૈયારીમાં રસ લઈ રહ્યા છે એટલું જ નહીં UPSCમાં ઉત્તીર્ણ પણ થઈ રહ્યા છે. UPSCની તૈયારી કરવાની તો સૌ ઉમેદવારઓને ઈચ્છા હોય છે પણ તૈયારી માટે ક્યાં જવું તે ખ્યાલ નથીહોતો. ત્યારે 1992થી સિવિલ સર્વિસ માટે ઉમેદવારઓને તૈયાર કરતી સ્પીપા માં કેવી રીતે અપાય છે. તાલીમ તે પણ જાણવુ જરૂરી છે.
UPSC ની તૈયારી કરી સિવિલ સર્વિસમાં જોડાવા માંગતા હો અને તે માટે સ્પીપામાં જોડાવું છે તો આ સમાચાર તમારા માટે છે. સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમીનિસ્ટ્રેશન (સ્પીપા) સંસ્થાએ રાજ્ય સરકારની સર્વોચ્ચ તાલીમી સંસ્થા છે. કેન્દ્રના જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં સફળતા મેળવી IAS/IPS/IFS વગેરે બનવાની મહત્વકાંક્ષા ધરાવતા ઉમેદવારઓ માટે જરૂરી તાલીમ અહીં પુરી પાડવામાં આવે છે.
વર્ષ 1992 થી ગુજરાત સરકારે UPSC દ્વારા લેવામાં આવતી વહીવટી અને તેને સંલગ્ન પરીક્ષા માટે તાલીમ વર્ગની યોજના શરૂ કરી હતી. સ્પીપાની શરૂઆતમાં માત્ર 50 ઉમેદવારઓને તાલીમ આપવામાં આવતી હતી. પરંતુ ત્યારબાદ તાલીમ વર્ગો અને ઉમેદવારઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. આ યોજના અંતર્ગત સ્પીપા અમદાવાદ ઉપરાંત તેના નિયંત્રણ હેઠળના સુરત, વડોદરા, રાજકોટ અને ગુજરાત કોલેજમાં કુલ 500 ઉમેદવારઓને પ્રવેશ પરીક્ષાના માધ્યમથી પ્રવેશ આપી સઘન તાલીમ આપવામાં આવે છે.
સિવિલ સર્વિસ માટે ત્રણ તબક્કામાં પરીક્ષા લેવાય છે. જેમાં પ્રિલીમ, મુખ્ય અને પર્સનાલિટી ટેસ્ટ. સ્પીપામાં આ ત્રણેય પરીક્ષા માટે તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં એક્સપર્ટ્સ દ્વારા વ્યાખ્યાન અને મોકટેસ્ટ વન ટુ વન ઇન્ટરવ્યુ, મોક ઈન્ટરવ્યુ, ગ્રુપ ડિસ્કસન, પર્સનાલીટી ટેસ્ટ માટે ઉમેદવારઓને તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં લાયબ્રેરી અને 24/7 રિડીગ રૂમ ની ફેસેલીટી આપવામાં આવે છે. પ્રવેશ પરીક્ષામાં પ્રવેશ મેળવનાર ઉમેદવારને વધુમાં વધુ 7 મહિના માટે 2 હજાર પ્રોત્સાહન સહાય, પ્રિલીમ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારને 25000 યુવતીને 30 હજાર, મુખ્ય પરીક્ષા પાસ કરનાર ઉમેદવાર ને 25000 અને યુવતી ને 30 હજાર જ્યારે ફાઇનલ પાસ કરનાર ઉમેદવાર ને 51 હજાર જ્યારે યુવતીને 61 હજાર પ્રોત્સાહન સહાય આપવામાં આવે છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર