વડોદરા: કોરોનામાં કુલીઓની પડખે સરકાર, ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ કર્યું


Updated: May 22, 2020, 9:48 PM IST
વડોદરા: કોરોનામાં કુલીઓની પડખે સરકાર, ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ કર્યું
કોરોનામાં કુલીઓની પડખે સરકાર, ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ કર્યું

રેલવે બંધ હોવાથી છેલ્લા ઘણાં સમયથી રેલવે સ્ટેશનના મુસાફરોનો માલસામાન અને માલગાડીના માલસામાનનું વહન કરતા પરિશ્રમી કુલીઓની રોજગારી બંધ છે

  • Share this:
વડોદરા: રેલવે બંધ હોવાથી છેલ્લા ઘણાં સમયથી રેલવે સ્ટેશનના મુસાફરોનો માલસામાન અને માલગાડીના માલસામાનનું વહન કરતા પરિશ્રમી કુલીઓની રોજગારી બંધ છે. એ લોકો કાગડોળે રેલવે ચાલુ થવાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે રેલવે ચાલે તો એમની રોજગારી ચાલે અને પરિવારનું ગુજરાન ચાલે.

લૉકડાઉનના કપરા સમયમાં આ સ્વમાની શ્રમિકોની વિપદા સમજીને પોલીસ કમિશ્નર તેમજ જિલ્લા કલેકટર ના દિશાસૂચનથી જિલ્લા વહીવટી તંત્રે ફૂડ કમિટીના માધ્યમથી રેલવે કુલીઓને કરિયાણા કિટના વિતરણના કરેલા આયોજનથી 180 પરિવારોમાં સુખદ રાહતની લાગણી પ્રસરી છે. વડોદરા રેલવે સ્ટેશન ખાતે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત અને જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે વહીવટી તંત્રની શુભકામનાના પ્રતિક રૂપે 5 કુલીઓને ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ કર્યું હતું. ફૂડ કમિટી દ્વારા 2 દિવસમાં તમામ લાભાર્થીઓને બાકીની 175 કિટ્સનું વિતરણ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો - કોરોના સંકટના સમયે દેવદૂત બનીને આવ્યા આ કોરોના વોરિયર્સરેલવે બંધ હોવાથી રોજગારી બંધ હોવા છતાં કુલીઓએ હાલમાં વિશેષ ટ્રેન દ્વારા યુપી, બિહાર, ઝારખંડ, આસામ જેવા રાજ્યોમાં જતા શ્રમિકોની રેલવે સ્ટેશન ખાતે વ્યવસ્થા સાચવવામાં ઘણી મોટી મદદ કરી છે એવી લાગણી વ્યક્ત કરતાં પોલીસ કમિશ્નરે જણાવ્યું કે એમની સેવા સામે આ ઘણી નાની મદદ છે. હું તેમની હિંમત ને બિરદાવું છું.

આ રાશન કીટ કુલીના પરિવારોને ખૂબ ઉપયોગી થઇ પડશે એવી લાગણી વ્યક્ત કરતાં શાલિની અગ્રવાલે જણાવ્યું કે પ્રવાસી શ્રમિકોને ફૂડ પેકેટ ઇત્યાદિના વિતરણમાં આ લોકોએ રાત દિવસ મદદ કરી છે. હું એમની સેવાઓને બિરદાવું છું. કુલી મુકાદમ ગજાનંદ, રાજુ ભાઈ ઠાકોર, રતનસિંહે જણાવ્યું કે રેલવે ચાલે એટલે અમારી રોજી ચાલે. રેલવે બંધ છે એટલે અમારી રોજી બંધ છે. તેવા સમયે આ મદદ ખૂબ કામ આવશે. અગાઉ રેલવેએ પણ ખાદ્ય સામગ્રીની મદદ કરી છે. હવે રેલવે ચાલુ થવાની અમને પ્રતીક્ષા છે. ફૂડ કમિટીના સુકાની અને નાયબ કલેકટર ખ્યાતિ પટેલે જણાવ્યું કે આ કીટમાં રસોઈ માટે જરૂરી કરિયાણાનો સમાવેશ થાય છે.
First published: May 22, 2020, 9:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading