Home /News /gujarat /

કચ્છ જિલ્લામાં પાણીની સમસ્યાના ઉકેલ માટે ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠનો દિશા નિર્દેશ

કચ્છ જિલ્લામાં પાણીની સમસ્યાના ઉકેલ માટે ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠનો દિશા નિર્દેશ

હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એ. જે. શાસ્ત્રીની ખંડપીઠે કચ્છમાં પીવાના પાણીના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારને આદેશ કર્યો

હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એ. જે. શાસ્ત્રીની ખંડપીઠે કચ્છમાં પીવાના પાણીના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારને આદેશ કર્યો

અમદાવાદ : પાણીની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં કરેલી જાહેર હિતની અરજીને પગલે પાણી સમસ્યાને ઉકેલવાનો હાઇકોર્ટે દિશા નિર્દેશ કર્યો છે. કચ્છના આગેવાન આદમ ચાકીની આ અરજીથી હાઇકોર્ટે કચ્છના ભૂતકાળના પાણીના જથ્થા જીયો હાઇડ્રોલોજીનો સર્વે રિસર્ચ કરી ભવિષ્યમાં પાણી પુરવઠા માટે અસરકારક મેનેજમેન્ટ પ્લાન બનાવવા નિર્દેશ આપ્યો છે. કોર્ટ આ અરજીને પગલે કચ્છ ડેમ સરોવર જેવા પાણીના સંગ્રહસ્થાનો ઉંડા કરવા માટે આયોજનનો અમલ કરવા, હયાત કુવાઓની સફાઈ કરવા, વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ કરવા, પાણીની તંગી ભોગવતા બની વાગડના વિસ્તારનો તત્કાળ સર્વે હાથ ધરી ટેન્કર મારફતે પાણી પુરવઠો શરૂ કરવા તાકીદ કરી છે.

સરહદી કચ્છ જિલ્લામાં વર્ષોથી લોકો અને પશુધનને સતાવતી પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે કચ્છના જાણીતા અગ્રણી અને કૉંગ્રેસના પ્રદેશ નેતા આદમ ચાકી કચ્છના લોકો અને મુંગાએ પશુધનના પીવાના પાણીના ઉકેલ માટે ગુજરાતની હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી. જેમાં આદમ ચાકીની કચ્છના લોકો અને પશુધનની પીવાના પાણીની સમસ્યાને અતિ ગંભીરતાથી લઈને હાઈકોર્ટે ગુજરાત સરકારને દિશા નિર્દેશ કર્યા છે. જેમાં કચ્છમાં લોકો તથા પશુધનના પીવાના પાણીની કાયમી ઉકેલ માટે તાકીદની અસરથી ગુજરાત સરકારના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના સૂચિત માસ્ટર પ્લાનનું યુદ્ધના ધોરણે અમલ કરાવી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારને નિર્દેશ કર્યો છે.

આ પણ વાંચો - નિત્યાનંદ આશ્રમ વિવાદ : DPSના પ્રિન્સિપાલ અને પુષ્પક સિટીના મેનેજરની ધરપકડ

જાહેરહિતની અરજીમાં કચ્છના તમામ 10 તાલુકા શહેરો અને અંતરિયાળ ગ્રામિણ વિસ્તારોમાં લોકો અને પશુધનને પીવાના પાણીની થતી સમસ્યા બાબતે સવિસ્તાર આંકડાકીય માહિતી ઉપરાંત અખબારી અહેવાલો સાથે હાઇકોર્ટમાં વિસ્તૃત જાહેર હીતની અરજી કરેલ હતી. આ જાહેર હિતની અરજીના આધારે હાઇકોર્ટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ઝોન , ભુજ કચ્છ ના ચીફ એન્જિનિયર સહિતનાને નોટીસ કરી અને સોગંદનામાં પર કચ્છની વર્તમાન પીવાની પાણીની સ્થિતિ અને પીવાના પાણીની સમસ્યાના ઉકેલ માટે આયોજન અંગે જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો. ત્યાર બાદ હાઇકોર્ટમાં ચાલેલ મેટરના અંતે હાઇકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે કચ્છમાં લોકો અને પશુધન માટે પીવાના પાણીની સમસ્યા અતિ ગંભીર હોય હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એ. જે. શાસ્ત્રીની ખંડપીઠે કચ્છના પીવાના પાણીના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારને આદેશ કર્યો હતો.

જેમાં વર્ષ 2018-19 ના પાણીના અછતગ્રસ્ત માસ્ટર પ્લાનનો અમલ પીવાના પાણી માટે તાકીદની અસરથી નવા બોર બનાવવા, પીવાના પાણીના ટેન્કરો ની વ્યવસ્થા ઉભી કરવી, કચ્છના તમામ ડેમો ને પાણીથી ભરવા, અંજાર કુકમા પાઇપલાઇન પ્રોજેક્ટ ને ઝડપી પૂરો કરવો, હાલમાં કચ્છમાં નર્મદાના પાણીનો પુરવઠો વિતરિત કરવામાં આવે છે તેમાં વધારે વધારો કરવો. પીવાના પાણીના અસરગ્રસ્ત વિસ્તારોમાં દર અઠવાડિયે તાલુકા અને જિલ્લા લેવલની બેઠક બોલાવી દર પંદર દિવસે પીવાના પાણીની અછતગ્રસ્ત રિલીફ કમિટીની બેઠક બોલાવી, પીવાના પાણી અંગેની ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર 1916 શરૂ કરવી, જિલ્લા લેવલે ભુજ ખાતે પીવાના પાણીની સમસ્યા સંદર્ભે કંટ્રોલરૂમ પણ શરૂ કરો સહિતના સૂચિત માસ્ટર પ્લાનનો યુદ્ધ ધોરણે અમલ કરાવી સમગ્ર કચ્છ જિલ્લાના લોકો અને પશુધનની પીવાના પાણીની સમસ્યા કાયમી ધોરણે ઉકેલવા ગુજરાત હાઈ કોર્ટે ગુજરાત સરકારને દિશા નિર્દેશ કરી રીટનો નિકાલ કર્યો છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Kutch, Kutch district, ગુજરાત હાઇકોર્ટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन