Home /News /gujarat /હાર્દિક વિરુદ્ધ બાંભણીયાની બદનક્ષીની ફરિયાદ, દિલિપ સાબવાએ પણ કોર્ટમાં ઢસડી જવાની આપી ચીમકી

હાર્દિક વિરુદ્ધ બાંભણીયાની બદનક્ષીની ફરિયાદ, દિલિપ સાબવાએ પણ કોર્ટમાં ઢસડી જવાની આપી ચીમકી

સમાજના અગ્રણી બનનાર કેટલાક પાસના આંદોલનકારીઓની પૈસાની લેતી-દેતીના વહીવટનો વીડિયો વાયરલ થયા બાદ ફરી પાટીદાર અનામત આંદોલન સમિતી ચર્ચામાં આવી છે. સામ સામે આક્ષેપ પ્રતિ-આક્ષેપ થઈ રહ્યા છે. હાર્દિક દ્વારા કેટલાક જુના આદોલનકારીઓ પરના આક્ષેપો બાદ વિવાદમાં ગરમાવો આવી ગયો છે. જેને પગલે પાસના પૂર્વ આંદોલનકારી દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલ વિરુદ્ધ સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. તેણે ફરિયાદમાં કહ્યું છે કે, હાર્દિકે મારી સામેના આક્ષેપના પુરાવા સમાજના સામે રજૂ કરવા જોઈએ, નહીં તો સમાજની માફી માંગવી જોઈએ અને હલકી કક્ષાની રાજનીતિથી દુર રહી આંદોલન આગળ વધારવું જોઈએ.

બીજી બાજુ દિલિપ સાબવાએ પણ હાર્દિક દ્વારા લગાવવામાં આવેલ આરોપનો જવાબ આપી હાર્દિકને પત્ર લખ્યો છે. દિલિપ સાબવાએ પણ હાર્દિકને પુરાવા રજી કરવા જણાવ્યું ચે નહીં તો હાઈકોર્ટમાં જઈશ તેવી ધમકી આપી છે.

શું કહ્યું દિનેશ બાંભણીયાએ?

દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે, ગઈ કાલે જે વીડિયો મીડિયામાં ચલાવવામાં આવ્યો તે મુદ્દે હાર્દિક પટેલનું સ્ટેટમેન્ટ આવ્યું હતું, જેમાં કેટલાએ લોકો પર પૈસા લઈ પાટીદાર આંદોલનને નુકશાન પહોંચાડવાના આક્ષેપ કરવામં આવ્યો હતો, જેમાં મારૂ નામ પણ સામેલ છે. હાર્દિકે સ્ટેટમેન્ટ આપ્યું છે, અને મેસેજ પણ ફરતો કર્યો છે, જેમાં મે 8 કરોડ રૂપિયા લીધા છે, તેવું જણાવાયું છે. આના એક કલાક બાદ તે ફરી ગયો અને ફરી ખુલાસો કર્યો કે, આ રીતે મને મેસેજ આવ્યો હતો અને મે માત્ર ફોરવર્ડ કર્યો છે. પરંતુ સમાજના એક જવાબદાર વ્યક્તિ તરીકે તેણે મને બદનામ કરી મારી પર ખોટા આક્ષેપ કર્યા છે. જેથી હું હાર્દિક વિરુદ્ધ વ્યક્તિગત આઈપીસી 499 મુજબ બદનક્ષીની ફરિયાદ દાખલ કરી છે, જો હાર્દિક પાસે કોઈ પુરાવા નથી, તો પણ તેણે મારી બદનામી કરવાની કોશિસ કરી છે. તો તેણે હવે સમાજ સામે આ મુદ્દે ખુલાસો કરવો પડશે, અથવા પોલીસ સામે પુરાવા રજૂ કરે. હાર્દિકને હું સલાહ આપુ છું કે, આંદોલનના નામે હલકી પ્રકારની રાજનીતી ન કરે અને આંદોલનને સાચા માર્ગે આગળ લઈ જાય, અને પોતાની પર થયેલા આક્ષેપોને છુપાવવા બીજા પર ખોટા આક્ષેપો ન કરે.

દિનેશ બાંભણીયાએ હાર્દિક પર આક્ષેપ કર્યો છે કે, હાર્દિકના આવા પ્રયાસથી આંદોલન નબળું પડે છે, સમાજમાં ખોટો મેસેજ જાય છે, આંદોલનકારીઓ પર સમાજને અવિશ્વાસ ઉભો થાય છે. આ વિડિયો જેણે પણ પ્રસિદ્ધ કર્યો છે, તેનો હેતુ આંદોલનને નબળું પાડવાનો જ છે. હું હાર્દિકનું કોઈ પત્તુ કાપવાની કોશિસ નથી કરી રહ્યો, મારી વિરુદ્ધ હાર્દિકના આક્ષેપ છતાં, જો તે માત્ર અનામતની વાત કરશે, અને આંદોલન ચલાવે તો હું તેની સાથે જ છું. આ સિવાય બાંભણીયાએ જણાવ્યું કે, મે હાર્દિકને ગઈ કાલે કહ્યું હતું કે, થોડા દિવસ પહેલા તેણે કહ્યું હતું કે, મે 17 લોકોને ટિકિટ અપાવવા માટે કોંગ્રેસને ભલામણ કરી હતી, તો કયા કારણોસર તેણે આવી ભલામણ કરવી પડી તે પણ તે સમાજને જણાવે.



દિલિપ સાબવાએ હાર્દિકને પત્ર લખી આપી ધમકી, ત્રણ દિવસમાં પુરાવા નહીં આપે તો જઈશ હાઈકોર્ટમાં

આ બાજુ હાર્દિકના આક્ષેપ બાદ દિલિપ સાબવાએ પણ હાર્દિક સામે બાયો ચઢાવી છે. દિલિપ સાબવાએ હાર્દિક પટેલના આરોપોનો જવાબ આપવા માટે હાર્દિકને પત્ર લખ્યો છે. દિલિપ સાબવાએ પત્ર દ્વારા હાર્દિકને ચેતવણી આપી કહ્યું છે કે, જે તે આરોપ કર્યા છે, તે મુદ્દે ત્રણ દિવસમાં પુરાવા રજૂ કરે, નહીં તો હાઈકોર્ટમાં જઈશ.

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે એક વીડિયો વાયરલ તયો હતો, જેમાં સુરતના પાસના કાર્યકર્તાઓ દ્વારા પૈસાની લેતી દેતી થયાનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો, આ વીડિયો બાદ એક મેસેજ વાયરલ બન્યો હતો, જેમાં કોણે કેટલા રૂપિયા લઈ ભાજપ સાથે હાથ મિલાવ્યા, અને કોણે કેટલા રૂપિયા લઈ આંદોલન તોડવાની કોશિસ કરી તેમના નામ સાથેનો આ મેસેજ ફરતો થયો હતો, આ મેસેજ બાદ હાર્દિક પટેલે સ્ટેટમેન્ટ આપી જે લોકો આંદોલન છોડીને ગયા છે તેમના પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેને લઈ હવે આ વિવાદ ઉભો થયો છે.
First published:

Tags: Against, Dinesh bambhaniya, Filed, Verdict, આવેદન, હાર્દિક પટેલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો