હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર: ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ પાછો ખેંચવાના છેલ્લા દિવસે રાજકીય પક્ષો સક્રિય થાય છે. પોતાના ઉમેદવારની તરફેણમાં ફોર્મ પાછા ખેંચવા નેતાઓએ કવાયત હાથ ધરી છે, ત્યારે દિલીપ સાબવાએ ઉમેદવારી પાછી ખેંચી છે.
આ અંગે દિલીપ સાબવાએ જણાવ્યું છે કે, મેં કોંગ્રેસ પાસે સમર્થન માગ્યુ હતું. કોંગ્રેસના આંતરિક અસંતોષને પરિણામે તેના ઉમેદવારની હાર થાય તો મારી બદનામી ના થાય તે માટે ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે.
ઉપરાંત તેમણે જણાવ્યુ કે, મેં કોંગ્રેસ પાસેથી ટિકિટ નથી માગી. જેમ 2017માં કોંગ્રેસે જિજ્ઞેશ મેવાણીને સમર્થન આપ્યું હતું. તેમ પાટીદાર સમાજ તરફથી ગાંધીનગર સીટ પરથી ચૂંટણી લડવા માટે આવ્યો હતો. મેં કોંગ્રેસ પાસે માત્ર સમર્થનની વાત કરી હતી. કોંગ્રેસે ગાંધીનગર સીટ પર સમર્થન નથી આપ્યું.
સાથે જ ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ટેકામાં અપક્ષ ઉમેદવાર નરેન્દ્ર પટેલ અને અંબાલાલ પટેલ દ્વારા પોતાની ઉમેદવારી પાછી ખેંચવામાં આવી છે. તેમણે ભાજપને ટેકો જાહેર કર્યો છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર